News of Friday, 24th May 2024
કાલે જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે રાધારમણ દેવનો પાટોત્સવ
મંગળાઆરતી ષોડશોપચાર પુજન મહાઅભિષેક, અન્નકૂટ દર્શન અને સભા આજે રાત્રે ભવ્ય લોકડાયરો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૪: જવાહાર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવના ૧૯૬ માં પાટોત્સવ નિમિતે આવતીકાલે શનિવારના રોજ સવારે ૫:૩૦ કલાકે મંગળાઆરતી ૬ વાગ્યે ષોડશોપચાર પુજન મહાઅભિષેક શણગાર આરતી અને સવારે ૯ કલાકે અન્નકૂટ દર્શન અને ૯ થી ૧૨ પૂ. રાકેશ પ્રસાદજી મહારાજના આશિર્વાદ સહ પૂ. નાના લાલજી શ્રી દ્રીજેન્દ્રપ્રસાદ મહારાજની ઉપસ્થિતીમાં આશિર્વાદસભા આજે રાત્રે ૯ કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં લોકડાયરો યોજાશે. જેમાં લોકગાયક શ્રી વિવેશ સાંચલા અને હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયા અને હિતેષ અંટાળા જમાવટ કરશે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાધારમણ દેવ વહિવટી સમિતિના ચેરમેન પુરૂષોતમ પ્રકાશદાસજી પી.પી. સ્વામી અને મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજી સહિતના સંતોના માર્ગદર્શન હેઠળ સંતો હરિભકતો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ પ્રફુલભાઇ કાપડીયા એ જણાવ્યું હતું. આ પ્રસંગે ધર્મપ્રેમી જનતા અને હરિભકતોએ ઉપસ્થિત રહી લાભ લેવા પી.પી.સ્વામી એ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
