News of Friday, 24th May 2024
ખંભાળીયામાં પોકસોના ગુન્હામાં આરોપીને ૧૦ વર્ષની સજા

આરોપી મનોજ ઉર્ફે મનિયો વિરકુમાર કેશરી રહે. ખંભાળીયા : પી.આઇ. ટી. સી. પટેલ : પી.આઇ. પી. એમ. જુડાલ : સરકારી વકીલ બી. એસ. જાડેજા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪: રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના હાર્દિક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક ખંભાળીયા ડીવીઝન દ્વારા માર્ગદર્શન આપીને આરોપીને સજા કરાવેલ છે.
ખંભાળીયા પોલીસ સ્ટેશનમા઼ પોકસોના ગુન્હાની ફરીયાદ ખંભાળીયા પો. સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેકટર વી. બી. પીઠીયા દ્વારા લેવામા઼ આવેલ જેમાં ફરીયાદની ફરીયાદ મુજબ તેની સગીર વયની દિકરીને કોઇ અજાણ્યા ઇસમ અપહરણ કરી લઇ ગયા અંગેની ફરિયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ઉપરોકત વિગતે ગુન્હો દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ પ્રથમ આગળની તપાસ પો. સબ ઇન્સ. વી. બી. પીઠીયાનાઓને આપવામાં આવેલ અને ગુન્હાની ગંભીરતા ધ્યાનમાં લઇ હાર્દિક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક ખંભાળીયા વિભાગનાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે ખંભાળીયા પો. સ્ટે.ના તત્કાલિન પો. ઇન્સ. શ્રી પી. એમ. જુડાલનાઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તથા ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે ત્વરીત ધોરણે તપાસ હાથ ધરવામાં આવેલ અને ખંભાળીયા પોલીસ સ્ટાફ દ્વારા ખંત અને નિષ્ઠા પૂર્વક સમય મર્યાદામાં તપાસ કરી ગુન્હો દાખલ થયાના થોડા સમયમાં જ આરોપી તથા ભોગ બનનાર સગીરાને ખંભાળીયા ખાતેથી શોધી કાઢવામાં આવેલ અને ત્યારબાદ આગળની તપાસ ખંભાળીયા પો. સ્ટે.ના તત્કાલિન પો. ઇન્સ. પી. એમ. જુડાલ તથા ત્યારબાદ ખંભાળીયા સર્કલ પો. ઇન્સ. શ્રી ટી. સી. પટેલ તથા ત્યારબાદ ખંભાળીયા પો. સ્ટે.ના પો. ઇન્સ. ડી. એમ. ઝાલાનાઓ દ્વારા ઘનિષ્ઠ તપાસ કરી સમય મર્યાદામાં પુરતા પુરાવાઓ એકત્રીત કરી નામ. એડી. સેશન્સ અને સ્પેશ્યલ પોકસો કોર્ટ, ખંભાળીયા ખાતે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતું.
ખંભાળીયા પો. સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા આ ગુન્હાના સાહેદો/પંચોને સમન્સની ત્વરીત ધોરણે બજવણી કરી નામદાર કોર્ટમાં સમયસર હાજર રખાવી આ કેસના સરકાર તરફેઢ જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી. એસ. જાડેજા દ્વારા પુરાવાઓ રજુ કરી ધારાદાર દલીલો કરતા એડી. સેશન્સ જજની કોર્ટ ખંભાળીયા દ્વાા આ કામેના નિચે લખ્યા આરોપીએ ગુન્હો કરેઢલનું સાબીત થતા દસ વર્ષની સજા નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. તથા રૂપિયા ૧૦,૦૦૦/-નો રોકડ દંડ કરવામાં આવેલ છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
