<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

મોરબી: ટંકારાના હીરાપર નજીક બાઈક ટ્રેકટર પાછળ ઘુસી જતા એકનું મૃત્યુ, એક ઘાયલ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારા – લતીપર હાઇવે ઉપર હીરાપર ગામ નજીક જીજે – 36 – એજી -3520 નંબરનું બાઈક લઈ સરાયાથી ટંકારા તરફ આવી રહેલા મૂળ મધ્યપ્રદેશના ખેત શ્રમિક રાકેશ કનાભાઈ વસુનિયાએ પોતાનું બાઈક ફૂલ સ્પીડે ચલાવી રોડની સાઈડમાં ઉભેલા જીજે – 36 – એસી – 4766 નંબરના ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાવતા રાકેશ વસુનિયાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઈક પાછળ બેઠેલા સીરાજભાઈ હમીરભાઈ વિકિયાણીને ગંભીર ઇજાઓ પહોચતા બાઈક ચાલક એવા રાકેશ વસુનિયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

(2:34 PM IST)