<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

શિહોરના ૬૩ વર્ષના બ્રેઇન ડેડ વ્યકિતના લીવર-કીડનીના દાનથી ૩ ને જીવતદાન

ગ્રીન કોરિડોર કરીને સુરત અને અમદાવાદના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે

ભાવનગર,તા.૨૪ : ભાવનગર સિહોરના ૬૩ વર્ષિય બ્રેઈનડેડ વ્યકિતના લીવર અને બંને કીડની સુરત અને અમદાવાદના દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ભાવનગરથી સુરત અને અમદાવાદ માટે ગ્રીન કોરિડોર તૈયાર કરાયો હતો. આ અંગદાન થકી ત્રણ વ્યકિતઓને જીવનદાન મળશે. ભાવનગરનું આ ૭૮મું અંગદાન છે.

સિહોરના પાડાપણ ગામના વશરામભાઈ છગનભાઈ મોરડીયાનો ગત તારીખ ૧૯ના રોજ અકસ્માત થતાં તેમને ગંભીર હાલતે ભાવનગરની બિમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ૫ દિવસ સારવાર બાદ ગઈકાલે તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા બાદ ડોકટરોએ તેમના પરિવારને અંગદાન માટે સમજાવતા તેમના પરિવારે અંગદાન માટે સહમત હતા. બાદમાં તેમના લીવર અને કીડની સુરત લઈ જવા માટે બિમ્સ હોસ્પિટલથી ભાવનગર એરપોર્ટ સુધી ગ્રીન અને બન્ને કીડની માટે બીમ્સ હોસ્પિટલથી ર્સ્ટલિંગ હોસ્પિટલ અમદાવાદ સુધી લઈ જવા માટે ભાવનગર પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યું હતું. તેમના આ અંગદાનથી ત્રણ લોકોને નવી જીંદગી મળશે. ભાવનગરનું આ ૭૮મું અંગદાન છે

(5:17 PM IST)