<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં 31716 બોક્‍સ કેરીની આવકઃ 10 કિલોના 600થી 1150 ભાવ બોલાયો

હાફુસ કેરીના 10 કિલોના 850થી 1300 રૂપિયા બોલાયા

ગોંડલ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની બમ્બર આવક થઈ હતી. જે પૈકી સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 31716 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે કુલ 31243 બોક્સ કેરીની આવક રહી હતી.

આજે કેરીનો ભાવ શું છે?

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 1150 રૂપિયા રહ્યો હતો.

હાફુસ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 850 થી 1300 રૂપિયા બોલાયો હતો.

કેરીની આજે શું આવક થઈ

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 31691 બોક્સની આવક થઈ હતી.

હાફુસ કેરીના 25 બોક્સની આવક થઈ હતી.

(5:56 PM IST)