News of Friday, 24th May 2024
૨૧ જણસીથી ઉભરાયું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ
જીરાની આવક સાથે ભાવમાં ઘટાડોઃજૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કુલ ૨૧ જણસીની આવક નોંધાઈ, જેમાંથી ખેડૂતોને તુવેર અને ઘઉંના સારા ભાવ મળ્યા હતા

જૂનાગઢ, તા.૨૪
આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી. તુવેર, ઘઉં અને ચણાની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જોવા મળ્યા હતા. જૂનગાઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ ૨૧ જણસીઓની આવક નોંધાઇ હતી. જેમાં તુવેર , ઘઉં અને સોયાબીનના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે. કારણ કે, ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે. ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ૮૭૫ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. જ્યારે યાર્ડમાં આજે જીરાની ૨૦૪ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૫૮૭૦ રૃપિયા એક મણનો નીચો ભાવ ૫૫૦૦ રૃપિયા અને સામાન્ય ભાવ ૫૬૫૦ રૃપિયા નોંધાયો છે.
યાર્ડમાં આજે ખેડૂતોને તુવેર સારા એવા ભાવ મળ્યા હતા. આજે ૮૭૫ ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઉંચો ભાવ ૨૪૬૯ રૃપિયા એક મણનો નીચો ભાવ ૨,૦૦૦ રૃપિયા અને સામાન્ય ભાવ ૨,૩૦૦ રૃપિયા નોંધાયો હતો. આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.
જૂનાગઢ યાર્ડમાં આજે મગફળીની સારી આવક થઇ હતી. આજે યાર્ડમાં મગફળીના એક મણના ઉંચા ભાવ ૧૨૩૬ રૃપિયા બોલાયા હતા અને નીચા ભાવ ૧૦૦૦ રૃપિયા અને સામાન્ય ભાવ ૧૧૫૦ રૃપિયા નોંધાયા હતા. જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે. યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક થઈ હતી. ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવ્યા હતા, ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનના ૯૧૧ રૃપિયા ભાવ બોલાયો હતો, જયારે સામાન્ય ભાવ ૮૮૦ રૃપિયા રહ્યો હતો અને નીચા ભાવ ૮૦૦ રૃપિયા રહ્યો હતો. સોયાબીનની ૧૬૪૧ ક્વિન્ટલ આવક થઈ હતી.
મહત્વનું છે કે,જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઇ હતી, ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યાં હતા. યાર્ડમાં તલ, જીરું, ઘઉં, ધાણા, સોયાબીન, તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. ટુકડા ઘઉંની ૨૯૦ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૫૨૧ એક મણનો નીચો ભાવ ૪૮૦ અને એક મણનો સામાન્ય ભાવ ૫૦૦ નોંધાયો હતો. લોકવન ઘઉંની ૪૩૪ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઉંચો ભાવ ૫૬૪ એક મણનો નીચો ભાવ ૪૮૦ અને સામાન્ય ભાવ ૪૯૦ નોંધાયો હતો.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
