News of Saturday, 25th May 2024
મોરબી નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી શરુ કરી, નાલાની સફાઈ શરુ કરવામાં આવી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી નગરપાલિકા દ્વારા આખરે રહી રહીને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે મીડિયાને માહિતી આપવામાં આવી છે કે ગત તા. ૧૪ મેંથી કામગીરી શરુ કરવામાં આવી છે અને વિવિધ નાલાની સફાઈના ફોટો પણ આપવામાં આવ્યા છે.
મોરબીમાં ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં તંત્ર હમેશા આળસુ વલણ દાખવતું હોય છે આ વખતે પણ એવો જ ઘાટ જોવા મળ્યો છે મોડે મોડે પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી શરુ કરી છે પાલિકાના દાવા પ્રમાણે તા. ૧૪ મેંથી કામગીરી શરુ કરી દેવામાં આવી છે અને વિવિધ નાલાની સફાઈને લગતા ફોટો પણ આપવામાં આવ્યા છે પરંતુ જો પાલિકા તંત્રએ ૧૪ મેંના રોજ કામગીરી શરુ કરી હોય તો પછી નાસ્તા ગલીના વેપારીઓએ તા. ૧૬ મેંના રોજ નાસ્તા ગલીમાં આવેલ નાલાની સફાઈ મામલે આવેદન આપ્યું હતું તે કેમ આપ્યું હતું તે સવાલ ઉભો થાય છે અને પાલિકા તંત્રએ કરેલ દાવા અને વેપારીઓએ આપેલ આવેદનની તારીખો જોતા વિસંગતતા જોવા મળે છે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
