News of Saturday, 25th May 2024
મોરબીની નવયુગ કોલેજનું BBA સેમ-6નું ઝળહળતું પરિણામ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.બી.એ.સેમેસ્ટર-6 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની નવયુગ બી.બી.એ કોલેજનું ધમાકેદાર પરિણામ આવ્યું હતું.
નવયુગ બી.બી.એ કોલેજની વિદ્યાર્થીની અરણિયા કૃપાલી 79.71% સાથે કોલેજમાં પ્રથમ નંબર મેળવ્યો છે. બીજા નંબરે પાંચોટીયા પ્રિયાંશી 77.14% અને ત્રીજા નંબરે ભાલોડીયા મનસ્વી 76.71% માર્ક્સ મેળવી બી.બી.એ વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જિલ્લા કક્ષાએ મેનેજમેન્ટ કોલેજ નો દબદબો જાળવી રાખી કોલેજ નું ગૌરવ વધાર્યું છે.
તમામ વિદ્યાર્થીને સંસ્થાનાં પ્રમુખ પી. ડી. કાંજીયા સર તેમજ કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
