<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

મોરબી શહેરમાં પાસપોર્ટ કેન્દ્ર આપવાની માંગ સાથે વડાપ્રધાનને પત્ર લખ્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત શહેર છે અને વેપાર ધંધા અર્થે અહીના ઉદ્યોગપતિઓ વિદેશના પ્રવાસ કરતા હોય છે ત્યારે મોરબીને પાસપોર્ટ કેન્દ્ર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

  સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ વડાપ્રધાનને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી ઉદ્યોગ નગરી છે જ્યાં સિરામિક, પેપરમિલ સહિતના અનેક ઉદ્યોગ આવેલ છે કેન્દ્ર અને રાજ્ય સરકારને સૌથી વધુ ટેક્સ ભરતું નગર મોરબી છે જેથી મોરબીને પાસપોર્ટ કેન્દ્રની સુવિધા આપવી જરૂરી છે વેપાર ધંધાના વિકાસ અર્થે ઉદ્યોગપતિ અને વેપારીઓ વિદેશ પ્રવાસે જતા હોય છે.


 

(1:20 AM IST)