તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
કચ્છમાં ટ્રેઈલરે ટ્રેકટરને હડફેટે લેતાં માર્કેટયાર્ડ એરંડા ભરી વેચવા જતાં ૩ ખેડૂતોના મોત
સામખિયાળી નજીક ટ્રેકટર ચાલક ફંગોળાઈ ફેંકાઈ જતાં આબાદ બચાવ : શિવલખા ગામ અને આસપાસના પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : રાજસ્થાનથી કચ્છને જોડતાં નેશનલ હાઈવે ઉપર શિવલખા ગામથી ભચાઉ માર્કેટ યાર્ડ જઈ રહેલ ટ્રેકટરને ટ્રેઈલરે ટક્કર મારતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ ખેડૂતોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
શિવલખા થી ભચાઉ જતાં એરંડા ભરેલી ટ્રોલી સાથેના ટ્રેકટરને લાકડીયા ગામ પાસે ટ્રેઈલરે ટક્કર મારતાં ટ્રોલી સહિત ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રોલી માં બેઠેલા શિવલખા ગામના ખેડૂતો ૫૭ વર્ષીય જીલુભા ભુરજી જાડેજા, ૩૭ વર્ષીય નિતેશ હરખાભાઈ ભદરૂ અને ૧૫ વર્ષીય કિશોર લક્કિરાજસિંહ અજીતસિંહ જાડેજાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રેકટરમાંથી ફંગોળાઈ જતાં ચાલક મહેન્દ્રસિંહ કાળુભા જાડેજાનો આબાદ બચાવ થયો હતો.
બનાવ બાદ લાકડીયા પોલીસે મોરબી હાઈવે હોટેલ ઉપરથી અકસ્માત સર્જનાર ટ્રેઈલર ને ઝડપી પાડ્યું હતું જોકે, ડ્રાઈવર નાસી છૂટયો હતો. એક સાથે ત્રણ ત્રણ મોતના કારણે શિવલખા ગામ અને આસપાસના પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યુ છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
