તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
આટકોટ પાંચવડા ચોકડીએ ચાલતા યંત્ર વરલી મટકાનો જુગાર બંધ કરવા અનુસૂચિત જાતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર

(કરશન બામટા દ્વારા) આટકોટ,તા. ૨૫: આટકોટના અનુસૂચિત જાતિ દ્વારા આટકોટ બાબરા રોડ પાંચવડા ચોકડીએ જાહેરમાં ચાલતા યંત્ર વરલી મટકાના જુગારને બંધ કરવા અનુચિત દ્વારા રજુઆત કરવામાં આવી જાતિના તમામ વર્ગ અને ગામના લોકો પોતાની ઘરવખરી દાગીના વાહન મકાન વેચીને ગીરવે મૂકીને હારી ગયેલ હોય અને ઘણા યુવાનો છોકરાઓને વરલી મટકા જુગાર હારી જવાને કારણે પાય માલ થયા હોય છે. અનુસૂચિત જાતિ દ્વારા આટકોટમાં ચાલતા વરલી મટકાનો જુગાર બંધ કરાવે ઘણા વેરવિખેર વિખેર થતા અટકાવવા જોઈએ જેમણે અનુસૂચિત દ્વારા આવેદનપત્ર આપી જેમણે નકલો રાજયપાલ ગુજરાત સરકાર મુખ્યમંત્રી ગુજરાત સરકાર ગૃહ મંત્રી ગુજરાત સરકાર એસપી શ્રી રાજકોટ પોલીસ સ્ટેશનને આટકોટ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
