તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
મવિલા બંગ્લોઝના બે ઘરના તાળા તૂટયા : લાખોની ચોરી
ઘરધણી ગામડે વેકેશન કરવા ગયા હતા

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૨૫ : હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ રામવિલા બંગલોઝ-૧ અને ૨ માં ગુરૂવાર રાત્રિના ચડ્ડી બનીયાનધારી ગેંગના બે શખ્સો ત્રાટકયા હતા અને રામલીલા બંગ્લોઝ એકમાં રહેતા રવિરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા કે જેઓ હાલ ગામડે વેકેશન કરવા પરિવાર સાથે ગયા હોય ઘરે કોઈ ન હોય તેઓના ઘરનું તાળું તોડી ઘરમાં રહેલ રૂપિયા ૧.૨૦ લાખ રોકડ અને ત્રણ સોનાની વીંટી, કાંડિયા,તેમજ એક ચેનઈનનો કટકો મળી ત્રણેક તોલા જેટલું સોનું અને ચાંદીના સાંકળા તસ્કરો લઈ ગયા છે.
જ્યારે રામલીલા બંગ્લોઝ-૨ માં રહેતા શિવદાન ગોવિંદભાઈ ટાપરિયા ના ઘરનું પણ તાળું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો જોકે આ ઘરેથી કાંઈ જ હાથ લાગ્યું ન હતું. બીજી તરફ તસ્કરો અન્ય મકાનોને નિશાન બનાવે તે પહેલાં સોસાયટીમાં રહેતા લોકો જાગી જતા ચડ્ડી અને ગંજી પહેરેલા બે શખ્સોને પડકારતા ત્યાંથી ભાગી છુટયા હતા.
બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તસ્કરોનુ પગેરૂં મેળવવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે અહીં ૮૫ જેટલા પરિવારો રહેતા હોય જેથી એક હોમગાર્ડનો પોઇન્ટ ફાળવવામાં આવે અને રાત્રીના સમયે પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે તે જરૂરી છે જેથી આવા બનાવો અટકી શકે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
