News of Saturday, 25th May 2024
સંત શ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયાધામની મુલાકાતે મોરારીબાપુ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.રપ : મોવિયા ખાતે આવેલ સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધી વડવાળી જગ્યાની પુ.મોરારીબાપુએ મુલાકાત લઈ દર્શન નો લ્હાવો લીધો હતો. અને જગ્યા નો ઇતિહાસ જાણ્યો હતો.
રામ કથા ના સાતમા દિવસે પુજ્ય બાપુ એ આ જગ્યા ના ઇતિહાસ નો એક પ્રસંગ વર્ણવ્યો હતો.મોવિયા ધામ ના સુરદાસ સાધુ શામળદાસબાપુ કે જેઓ પાણી નું પરબ આઝાદી પહેલાં મોવિયા અને શ્રીનાથગઢ ગામની વચ્ચે ચલાવતા હતા. ગોંડલ સ્ટેટના રાજવી ભગવતસિહ આ રસ્તા પરથી ત્યાંથી પસાર થાય છે અને સાધુ પાસે પીવા માટે નું પાણી માગ્યું. બાપુ એ પાણી આપ્યું પરંતુ પાણી ડહોળું હતું.લોકોનાં સ્વાસ્થ્ય ને નુકસાન થાય એટલે ગોંડલ સ્ટેટે નીયમ પ્રમાણે એક આનો દંડ જાહેર કર્યો પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો કે આ સાધુ તો સુરદાસ છે માટે ડહોળુ પાણી પાય છે.તુરંત જ પ્રજાવત્સલ રાજે પાંચ રૂપિયા પગાર જાહેર કર્યો પણ સુરદાસ સાધુ શામળદાસબાપુ એ કહ્યું હું આપનો પગાર ન લય શકું કારણ કે સાધુ તો સેવા ના ભેખધારી હોય છે. અમારે સગવડ થાસે ત્યારે આપનો એક આનો દંડ રાજકારોબારમા ભરી દઇશુ. પ્રજાવત્સલ રાજવીએ તરતજ નક્કી કર્યું લોકો નું સ્વાસ્થ્ય ન બગડે એ માટે આ સાધુ ના પાણી ના પરબે માટલા ભરવા માટે એક માણસ ની કાયમી વ્યવસ્થા કરવાનો હુકમ કરવામાં આવ્યો. આજે પણ એ જગ્યા પરમેશ્વર મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. આ ગામના ખુબજ મોટી ઉમરના વડીલો એમ કહે છે. આંખે સુરદાસ અને લાંબો કોટ અને ધોતીયું પહેરનાર શામળદાસ બાપુ એ આખી જિંદગી એ પાણી નું પરબ ચલાવ્યું હતુ.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
