<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

આ કળીયુગ નહીં, ભજન-કથાનો યુગ છેઃ પૂ.મોરારીબાપુ

ગોંડલમાં આયોજીત ‘માનસ રામકથા' નો આજે આઠમો દિવસઃ કાલે વિરામ લેશે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૫: ગોંડલનાં દાસીજીવણ પાર્ટીપ્‍લોટમાં પુ.મોરારીબાપુનાં ભાવવાહી કંઠમાં ચાલી રહેલી રામચરીત માનસ કથાનાં કાલે સાતમાં દિવસે ૩૫૦૦૦થી વધુ શ્રોતાઓ એ કથાનું રસપાન કરી ભોજન પ્રસાદ લીધો હતો.પૂ. મોરારીબાપુએ રામ જન્‍મ સાથે રામાયણની વાત આગળ ધપાવી હતી.તેમણે કહ્યુ કે રામ સર્વકાલીન છે.રામ પોતે પરમવિષ્‍નુ છે.

બાપુએ કહ્યુ કે રામ કથારધેનુ છે.રામકથા તમામ સુખનું સેવન છે.શ્રવણ કરવુ એ પણ સેવન છે. રામકથા લખવી એ પણ સેવન, કથા ગાવી એ પણ સેવન છે. છે.

રામકથા માં નિધિધ્‍યાન કરવું પણ સેવન છે.‘બીજાને બદલવાની કોશિષ મા કોઈ દિવસ સફળતા નહિ મળે.આપણે જ બદલવું પડશે.'

બાપુએ રામ નામનો મહિમા વર્ણવી ગત કાલેᅠ રામજન્‍મ બાદ નામકરણ સંસ્‍કાર કથા ને આગળ ધપાવી હત્તી. વૈરાગ ના પંથમાં વિઘ્‍ન ઘણા આવે છે.રામકથા પણ સુરધેનુ છે.આ સાથે બાપુએ પદના પ્રકાર દર્શાવ્‍યા હતા.જેમાં તૃણપદ એ તણખલા જેવું પદ છે જેની કોઈ કિંમત નથી હોતી. બીજું ચૂર્ણપદ જે ગુરુ પાસે થી મળે છે. ત્રીજું ઉર્ણપદ આપણા માંથી સંસાર નીકળ્‍યો હોય એ જ ગોથું ખવડાવી દે તેવું ઉર્ણપદ, ચોથું વર્ણપદ. આ ચાર પદ પ્રાપ્ત થયા પછી જે મળે એ છેપૂર્ણ પદ.

આમ બાપુએ પદને મુલવ્‍યા હતા.બાપુએ વધુમાં જણાવ્‍યું કે આગળ હોવા છતાં પાછળ જવું એ ભજન છે.અંદરો અંદરની ઈર્ષા છોડી દઇએ તો ઘણું સારૂ કામ થઈ જાય.અદરો અંદરની ઇર્ષા નીકળી જાય તો વૈકુંઠ ઉપરથી નીચે આવી ગાવું, શ્રવણ કરવું મનન કરવું, નિધિધ્‍યાસન, એવમ રજૂ કરવું ,પરસ્‍પર સંવાદ કરવો એ પણ એક સેવન છે.

ભગવાન ૨૪ અવતાર છે એમ ભજનના ૨૪ પ્રકાર છે.આ કળિયુગ નથી કથા યુગ છે.આ જીવવા જેવો યુગ છે.કળિયુગમાં તંત્રના પ્રયોગ બહુ થાય છે.તંત્રના યુગમાં ભોળી પ્રજા ભરમાય છે બહુ. એક કથા પ્રેમી એ રામચરિત માનસને ગુરૂ માની પ્રશ્ન રજૂ કરતા બાપુએ પ્રશ્નને નવજયો હતો વ્‍યક્‍તિ ગુરૂ હોય સાથે આખું અસ્‍તિત્‍વ સાથે હોય છે. ગુરુ નાનકે ગ્રંથને ગુરૂ માની ગુરૂગ્રંથને પ્રસ્‍થાપિત કર્યો છે.બુદ્ધ પુરુષ હાલતો ચાલતો ગ્રંથ છે. સાધુ હાલતા ચાલતા સદગ્રંથ છે. અન્નનો મહિમા ઘણો છે. રામાયણમાં તુલસીદાસજીએ અન્નક્ષેત્રનો મહિમા ગાયો છે.કોઈપણને જમાડો એટલે ઈશ્વરને જમાડ્‍યા બરાબર ગણાય.કેટલી કેટલું અંદર પડ્‍યું હોય પરંતુ એ બધું સમય આવે બહાર આવતું હોય છે.કથામાં અન્ન ભોજન નથી થતું બ્રહ્મ ભોજન થાય છે. ગુરૂને હૃદયમાં રખાય. હું રામને ભૂલું પણ મારા ગુરૂને ભૂલું નહી. બાપુએ ગુરૂ મહિમા ના મર્મ સાથે સુંદર સમજ આપી હતી.સાધુઓએ કર્યું એવું કોઈએ નથી કર્યું. બાપુએ જણાવ્‍યું હતું કે જેમના મનમાંᅠ રામજન્‍મે એમને અંધકાર ન હોઈ સદૈવ અજવાળા જ હોય.પ્રામાણિક પ્રણામ કરો તો ફાયદો જ છે.આ સાથે કલકી અવતાર વિશે વિશેષ ધ્‍યાન દોર્યું હતું.જેમને કાલની ખબર ન હોઈ એ શું કલકી ! રામનામ જપે એનું શોષણ ન થાય પરંતુ પોષણ જ થાય બીજાને બદલવામાં કોઈ દિવસ સફળતા નહિ મળે. આપણે જ બદલાવું પડશે બદલા લેવા કરતા બદલાઈ જવામાં મજા છે.ગામડામાં બહેનો પાથીએ પાથી એ તેલ નાંખે એમ હું પોથી પોથીએ તેલ નાખવા આવ્‍યો છું બાપુએ કથામાં રામાયણના આધારે નામનો મહિમા સમજાવ્‍યો રામ લક્ષમણ ભરત શત્રુઘ્‍ન આમ ચાર ભાઈઓના નામ નો મહિમા સમજાવ્‍યો હતો કથામાં હજારો ની સંખ્‍યામાં શ્રોતાઓ રસતરબોળ બની રામમય બનવા પામ્‍યા હતા.

(11:04 AM IST)