તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
વીંછીયાની સરકારી હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીના કારણે એક મહિલા નું ડિલેવરી બાદ મોત થયાનો આક્ષેપ
મૃતક મહિલાના 50 જેટલા પરિવારજનો ન્યાય માટે હોસ્પિટલ ખાતે ધરણા: જિલ્લાના આરોગ્ય અધિકારી તપાસ માટે વીંછીયા દોડી ઞયા: જીલ્લા પોલીસ વડાને ફરિયાદ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.25 : વીંછીયાની સરકારી હોસ્પિટલમાં સાયલા તાલુકાના છેવાડાના વિસ્તારના ઢીકવાળી ગામના કાજલબેન વિપુલભાઈ ચામડીયા વીંછીયાની સરકારી હોસ્પિટલમાં પ્રસ્તુતિ માટે આવ્યા હતા અને કાજલબેનને નોર્મલ ડિલેવરી થયા બાદ વિપુલભાઈ ભાઈનો આક્ષેપ છે કે ડોકટર ની બેદરકારીના કારણે મારી પત્ની કાજલનું મત્યું થયું છે.
પતિ વિપુલભાઈ અને પરિવાર ના સભ્યોએ ડોકટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે તેમણે કાજલબેનના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કડક પઞલા ભરી ન્યાયની માંગણી કરી છે.
પરિવારના સભ્યો સહિત આગેવાનો પણ સરકારી હોસ્પિટલમાં ખાતે પહોંચ્યા હતા અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી હોસ્પિટલ છોડીને ઘરે નહિ જાય તેવું મૃતકના પરિવાર અને સમાજના આગેવાનો જણાવી રહ્યા છે.
મૃતકના પતિએ આ બાબતે જીલ્લા પોલીસ વડાને અરજી પણ આપી છે જેમા જવાબદાર લોકો સામે પઞલા ભરવા માંગ કરી છે.
મૃતક કાજલબેનના પરિવારજનોનો સંપર્ક કરતા મૃતક કાજલબેનના પતિ વિપુલભાઈના જણાવ્યા મુજબ ડોકટર અશોક મકવાણા સહિત ડોકટરની બેદરકારી કરી હતી નોર્મલ ડિલેવરી કરવામાં આવી હતી અને મહિલાને ડિલેવરી સમયે મોટો ચેકો મારવામાં આવ્યો હતો ત્યાંથી બ્લડ ખૂબ જ મોટા પરમાણ નીકળી રહીયું હતી અને બ્લડ બંધ નહિ થતા ડોકટર દ્વારા રાજકોટ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા રીફર કરવામાં આવ્યા અને રાજકોટ પહોંચે તે પહેલાજ રસ્તામાં જ દમ તોડી દીધો અને કાજલબેનની એક ત્રણ વર્ષની દીકરી અને એક તાજી જન્મેલી દીકરી માં વગરની નોંધારી બની ગઈ ડોકટરના પાપે બે બે દીકરી માં ની મમતાનો છાંયો ગુમાવાનો વારો આવ્યો છે.
વીંછીયાની સરકારી હોસ્પિટલમાં સાયલા,ચોટીલા, બોટાદ, તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર માટે અને ડિલેવરી માટે વીંછીયાની સરકારી હોસ્પિલમાં લોકો આવે છે પણ આ હોસ્પિટલમાં એક પણ ગાયનેક ડોકટર નથી ત્યારે અહીંયા એ સાવલ ઉઠી રહીયો છે કે સથાનિક નેતા શુ કરે છે. ? કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને પ્રદેશ ઉપાધ્યાય ડો.ભરતભાઈ બોઘરા વિછીંયા ખાતુ એક ગાયનેક ડોકટરની નિમણૂંક કેમ નથી કરાવી શકતા ? તેવા લોકો સવાલ ઉઠાવી રહિયા છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
