<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

જેતપુરમાં બાઇક સ્‍લીપ થઇ જતાં પેઢલાના દિનેશભાઇ મકવાણાનું મોત

ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. 25: જેતપુરના પેઢલામાં રહેતાં અને છુટક મજૂરી કરતાં  દિનેશભાઇ કડવાભાઇ મકવાણા (ઉ.વ.40) ગઇકાલે બાઇક હંકારી કામ સબબ નીકળ્‍યા ત્‍યારે જેતપુરમાં તત્‍કાલ ચોકડીથી આગળ ધોરાજી રોડ ગોવર્ધન ફાર્મ પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે જેતપુર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર ત્રણ ભાઇમાં નાના અને કુંવારા હતાં. છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં

(1:27 PM IST)