<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

વિરપુર (જલારામ) જુથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખપદે ગોરધનભાઇ ધામેલીયા ઉપપ્રમુખ તરીકે જનકભાઇ ડોબરીયા બિનહરીફ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.રપ : સૌરાષ્‍ટ્રના જગવિખ્‍યાત યાત્રાધામ વિરપુર ખાતે આવેલ વિરપુર, કાગવડ, થોરાળા એમ ત્રણ ગામની ખેડૂતો માટેની વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં ઙ્કમુખ ઉપઙ્ઘમુખ બિનહરીફ ચૂંટાયા હતા જેમાં ઙ્કમુખ તરીકે ગોરધનભાઈ ધામેલીયા અને ઉપઙ્ઘમુખ તરીકે જનકભાઈ ડોબરીયાની નિયુક્‍તિ થઈ હતી. ઉલ્લેખનીય છેકે ગોરધનભાઈ ધામેલીયા વિરપુર જૂથ સેવા સહકારી મંડળીના તા.09-07-1993 થી આજ સુધી સુકાન સંભાળે છે, ગોરધનભાઈ ધામેલીયા છેલ્લા 31 વર્ષથી વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યરત છે અને મંડળીના વિકાસ માટે હંમેશા તત્‍પર રહે છે ત્‍યારે ફરી એક વખત પ્રમુખપદ માટે ચૂંટાયા હતા. ગોરધનભાઈ ધામેલીયાના કાર્યકાળ દરમીયાન  વીરપુર જૂથ સેવા સહકારી મંડળી, તાલુકો જેતપુર જીલ્લો રાજકોટ ની વ્‍યવસ્‍થા સમિતિની ચુંટણી 2024-29 ના પાંચ વર્ષના કાર્યકાળ માટેની ચુંટણીમાં 15 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્‍યા હતા, વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના કાર્યક્ષેત્ર માં વિરપુર, કાગવડ, તથા થોરાળા ગામના અંદાજે 1500 થી પણ વધારે ખેડૂત સભાસદો મંડળી સાથે જોડાયેલા છે, મંડળીનો વાર્ષિક નફો 31-03-2024 નો રૂ. 40/- લાખ થયેલ છે.

 મંડળી તરફથી ખેડૂત સભાસદોને છેલ્લા 10 વર્ષ થી 15્રુ મુજબ ડીવીડન્‍ટ ની રકમ ચૂકવામાં આવે છે. જેની અંદાજીત રકમ રૂ. 12/- લાખ થાય છે.મંડળી તરફથી ધિરાણ મેળવતા સભાસદોનો રૂ. 12/- લાખનો અકસ્‍માત વીમો લેવામાં આવેલ છે. જેનું વીમા પ્રીમીયમ મંડળી દ્વારા ચૂકવામાં આવે છે. જેની રકમ રૂ. 4/- લાખ જેવી છે. આ ઉપરાંત વધારના લાભ તરીકે રાજકોટ ડીસ્‍ટ્રીક બેંક તરફ થી રૂ. 10/- લાખ તથા રાજકોટ દુધ સંઘ તરફથી રૂ. 10/- લાખ નો અકસ્‍માત વીમો ચૂકવામાં આવે છે,મંડળી તરફથી ચાલુ વર્ષ દરમિયાન પ્રતિ સભાસદ 2 નંગ આમ કુલ 3000 નંગ ખુરશીઓ ભેટ તરીકે આપવામાં આવેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂ. 10/- લાખ છે, મંડળીના સભાસદનું કુદરતી રીતે અવસાન થાય તેવા સંજોગોમાં મરણ પામનાર સભાસદના વારસદાર ને સહાયરૂપ થવા રૂ. 10,000/- મંડળી તરફથી ચૂકવામાં આવે છે.મંડળીમાંથી ધિરાણ મેળવતા સભાસદોને ઓપરેશન સારવાર અર્થે રૂ. 10,000/- ની સહાય મંડળી દવારા ચૂકવામાં આવે છે. તદઉપરાંત રાજકોટ ડીસ્‍ટ્રીક બેંક તરફથી મળતી વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય રકમ રૂ.15,000/- નો લાભ પણ આપવામાં આવે છે. આમ ખેડૂત સભાસદને કુલ રૂ. 25000 જેવી મેડીકલ સહાય રકમ મળે છે.

વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાવા બદલ જેતપુર જામકંડોરણાના ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા, મંડળીના બોર્ડ ઓફ ડીરેક્‍ટર્સ, તાલુકા-જીલ્લાના આગેવાનો તેમજ મંડળી સાથે જોડાયેલા કાગવડ, થોરાળા તથા વિરપુર ગામના ખેડૂત સભાસદોનો ગોરધનભાઈએ  આભાર માન્‍યો હતો.

(12:33 PM IST)