તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
લખતરમાં 20 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. 25: લખતરના મોચીબજારમાં રહેતા 20 વર્ષીય પાર્થ નારણભાઈ પટેલે તાજેતરમાં જ કોલેજ પુરી કરી છે. છેલ્લા ર દિવસથી તેની તબીયત નાદુરસ્ત રહેતી હતી. ત્યારે શુક્રવારે બપોરના સમયે ભોજન કર્યા બાદ અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. દુઃખાવો અસહ્ય બનતા પાર્થને પરિવારજનો દ્વારા સુરેન્દ્રનગર દવાખાને લઈ જવાતા ડોકટરે તેને મળત જાહેર કર્યો હતો. નારણભાઈ પટેલ ખેતી કરે છે. અને પરિવારના એકના એક પુત્રનું હૃદયરોગના હુમલાથી મોત થતા પરીવારજનો પર આભ તુટી પડયુ હતુ.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
