તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
યુધ્ધ-પ્રદુષણના કારણે ગરમી વધીઃ વરસાદ પણ વધશેઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.રપઃ ખંભાળીયાની વિજય ચેરી. હાઇસ્કુલના શિક્ષક તથા હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાને તાજેતરમાં તાપમાનમાં થયેલા ભારે વધારા અંગે પુછતા તેમણે જણાવેલ કે હાલના સમયમાં યુક્રેન યુધ્ધ તથા કેટલાક રાષ્ટ્રોના યુધ્ધ તથા લશ્કરી સાધનોના પ્રયોગોની ઓજોન વાયુના સ્તરમાં ગાબડા પડતા તાપમાન વધ્યું છે. જેનું એક કારણ પ્રદુષણમાં વધારો પણ છે. ભારે તાપમાનની સાથે આ ઓજોનના સ્તરના ગાબડા આગામી ચોમાસામાં ભારે વરસાદ પણ અનેક સ્થળે લાવી શકે છે. બંગાળી ખાડીમાં ઉત્પન્ન થયેલ કરા અને વાવાઝોડાની અસર સોૈરાષ્ટ્રમાં હાલ તો થવાની વધુ સંભાવના ના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
