તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ કેસ દાખલ...
સલાયાની ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
૮ થી ૧૦ શખ્સો સામે ગુન્હો : ૫ ઝડપાયા : ૩ શખ્સો જેલમાં છે : રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ ના માર્ગદર્શન હેઠળ એસ.પી. નિતેશ પાંડેનો સપાટો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૫ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણી બાદ ગુજસીટોક હેઠળ સલાયાની ગેંગ સામે પ્રથમ કેસ દાખલ થતા સનસનાટી મચી ગઇ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુનાખોરીને નેસ્ત નાબુદ કરવા રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ ના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસવડા નિતેશ પાંડે દ્વારા ચુંટણી પત્યાના ગણતરીના દિવસોમાં રાત-દિવસ મહેનત કરી કેટલાક માથાભારે ઇસમો ઉપર ગુજસીટોકનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરાતા ખળભળાટ મચી ગયો છે.
ચુંટણી ફરજ બજાવ્યા બાદ ગણતરીના દિવસોમાં ગુજરાતમાં પ્રથમ કહી શકાય તેવો ગંભીર ગુનો દાખલ કરી નોંધનીય કામગીરી કરતા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે પોલીસવડાના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. પ્રજાપતિ તથા તેમની ટીમ, એલસીબી પી.આઇ. કે.કે.ગોહિલ તથા પી.એસ.આઇ. ભાર્ગવ દેવમુરારી તથા સ્ટાફ સહિતના અધિકારીઓ દ્વારા અત્યંત ગુપ્ત રીતે કામગીરી કરી કેટલાક માથાભારે સામે ગુજસીટોક દાખલ કરી પાંચેક જેટલા આરોપીને દબોચી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે મોટી કાર્યવાહી કરી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવનાર છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
