તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
બાબરાનાં તાઇવદરમાં ૭.૫૦ લાખની લૂ઼ટ
વિજલાઇનનું કામ કરનાર યુવકે ખેતરમાં જવાના રસ્તા ઉપર વિજલાઇન પસાર કરતા મારમાર્યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૫: બાબરા તાલુકાના દરેડથી તાઈવદર સુધી વીજલાઈનના પોલમાં તાર ફીટીંગ કરવાનું કામ ચાલુ હોય. મુળ જામનગર હાલ બાબરા ડાડુભાઈ કેશુભાઈ ચેતરીયા ઉ.વ.૩૬ સમર્થ એન્જીનીયરીંગ પ્રાઈવેટ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હોય. અને છેલ્લા એક વર્ષથી આઈનોસ કંપની દ્વારા વીજલાઈન ઉભી કરવાનો કોન્ટ્રાકટ મળેલ હોય. જેથી ડાડુભાઈ ચેતરીયા તથા જીલાભાઈ ભવાનભાઈ રાતડીયા રહે. કરીયોણાવાળા કામ ઉપર હોય. અને વનરાજવાળાના ખેતર જવાના રસ્તા ઉપરથી આ વીજલાઈનના તાર પસારથતા હોય. જેથી સારૂ નહી લાગતા વનરાજ વાળા, એક અજાણ્યો શખ્સવનરાજનો દિકરો, વનરાજનનો ભાઈ, સાહિલતથા બે અજાણ્યા શખ્સોએ પુર્વઆયોજીત કાવતરું રચી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા વનરાજ વાળા તથા એક અજાણ્યો શખ્સ કામ ઉપર આવેલ.અને કામ કરતા મજુરોને ધમકાવી કામ બંધ કરાવેલ. અને કંપનીનું ટ્રેકટર મહિન્દ્રા કંપનીનું બળજબરી પુર્વક લઈ લીધેલ. અને ડાડુભાઈ પાસે આવી વનરાજે તેમનો કાઠલો પકડી ગાડી નીચે ઉતારી ગાળો બોલી મારમારી કંપનીનું ટ્રેકટર અને ટ્રોલી રૂ/.૧,૦૦,૦૦૦ તથા ડાડુભાઈની ઈસુજુ કંપનીની ફોરવ્હીલ જી.જે. ૧૨ ડી.એમ. ૯૦૯૧ રૂ/.૫,૦૦,૦૦૦ તથા ફોરવ્હીલની પાછળનીસીટમાં પડેલ કાળા કલરનો થેલો જેમાં ખેડુતના એગ્રીમેન્ટના ડોકયુમેન્ટ તથા રોકડ રૂ/.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ/.૭,૫૦,૦૦૦ ની લુંટ ચલાવી મારમારી ધમકી આપી એકબીજાએ મદદગારી કરી હથીયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચરખામાં યુવાન ઉપર જીવલેણ હુમલો
બાબરાના ચરખામાં બસસ્ટેશન પાસે સંજયભાઈ અરજણભાઈ ઉગરેજીયા ઉ.વ. ૩૫ પોતાના ઘરેથી બસસ્ટેન્ડે બેસવા જતા હોય. ત્યારે ભુપત ચંદુભાઈ ઉગરેજીયાએ સંજયભાઈને બોલાવી કંઈક નશો ચડે તેવું લાવી આપવાનું કહી માથાકુટ કરી ગાળો બોલતા ગાળો આપવાની ના પાડતા વાળ પકડી માથું ખેંચી વાહન સાથે ભટકાવી મુંઢ ઈજા કરેલ. તે દરમ્યાન સુરેશ એભલભાઈ ઉગરેજીયાએ આવી ગાળો બોલી પકડી રાખતા ભુપતે વાહનમાંથી લોખંડનો પાઈપ કાઢી સંજયભાઈને માથામાં ત્રણેક ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા બાબરા પોલિસમાં ફરિયાદ નોંધાવી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
