<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

પોરબંદરમાં ૩૦ વર્ષથી ચાલતા દોરા-ધાગાના ધતિંગનો પર્દાફાશઃ વિજ્ઞાન જાથાએ કપટ લીલા બંધ કરાવી

નાના નાગરવાડામાં રાજેશ ફકિરા અને તેનો પરિવાર અસાધ્‍ય રોગ મટાડવા મંત્રેલું પાણી અને ભભૂતિ આપતો હતોઃ ગુરૂવાર અને શુક્રવારે પીડીત લોકોની લાઇનો લાગતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૫: નાના નાગરવાડીમાં રાજેશ ફકિરા અને તેમના પરિવારના સભ્‍યો અસાધ્‍ય રોગ મટાડવા પીડીતોને મંત્રેલું પાણી ભભૂતિ આપીને દોરા ધાગાના ધતિંગ ચલાવતા હોય જન વિજ્ઞાન જાથાના ધ્‍યાને આવતા સ્‍થળ ઉપર પોલીસ સાથે જઇને ૩૦ વર્ષથી દોરા ધાગાના ધતિંગ બંધ કરાવ્‍યાં હતાં.

દોરા-ધાગાના ધતિંગ કરનાર અને  પોતાને હિન્‍દુ મુંજાવર તરીકે ઓળખ આપનાર રાજેશ ફકીરાનો ભારત જન વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કરીને નાનો નાગરવાડો, જુની દિવાદાંડીની પાછળ, કાયમી ધતિંગ-કપટલીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી હતી. રાજેશ તથા તેનો પરિવાર મુસ્‍લિમ વેશ ધારણ કરી લોકોના દુઃખ-દર્દ મટાડવા સાથે રોગ મટાડવા સાથે જોવાનું ધતિંગ શરૂ કર્યું હતું. અસાધ્‍ય રોગ મટાડવામાં બાપુના નામે કપટલીલા મંત્રેલું પાણી અને ભભુતિ આપતો હતો. બાધા રખાવી ગુરૂવાર ભરવા ઉર્ષ ઉજવણીના નામે દસ હજાર થી એક લાખ રૂપિયાની ટેક લાલ-લીલા-કાળા દોરા આપવા સાથે ભસ્‍મની પડીકી, મંત્રેલું પાણી આપી રોગ મટાડવા ઉપચાર કરતા હતાં.

આ જગ્‍યામાં ગુરૂવાર, શુક્રવાર રાત્રિના જોવડાવાવાળાની લાઈન લાગતી હતી નામ લખાવવું ફરજીયાત રાખેલ હતું. દરરોજ રાત્રિના બાપુની જગ્‍યામાં પીડિતો આવતા. પોરબંદર જિલ્લો, ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગિર સોમનાથ, જામનગરથી લોકો જોવડાવવા આવતા. મુંબઈથી મીરા દાતારની જગ્‍યાની માનતા રાખતા લોકો આવતા હતાં. માનસિક બિમાર લોકોનો ઉપચાર કરી સારવારમાં બાધારૂપ રાજેશ ફકીરા કામ કરતા હતાં. ગાંડપણવાળા દર્દીઓને અમાનુષી ત્રાસ આપી સારવાર કારગત નિવડે નહિં તો ના પાડી હડધૂત કરતાની ફરિયાદો વધી હતી. આવી ફરિયાદો વિજ્ઞાન જાથાના કાર્યાલયે ૧૦ થી વધુ લોકોએ રાજેશ ફકીરાના ધતિંગની માહિતી આપ્‍યા બાદ વિજ્ઞાન જાથાએ ધતિંગલીલા ખુલ્લી પાડી હતી. વિજ્ઞાન જાથા અને કીર્તિ મંદિર પોલીસ સ્‍ટેશનનો પોલીસ સ્‍ટાફ સાથે પર્દાફાશની કામગીરી કરી હતી. પોરબંદર જિલ્લ પોલીસ વડાએ જાથાને પોલીસ બંદોબસ્‍ત ફાળવ્‍યો હતો. ‘‘એ'' ડિવીઝન પોલીસ સ્‍ટેશનની પ્રશંસનીય કામગીરી હતી. વિજ્ઞાન જાથાનો આ ૧૨૫૩ મો સફળ પર્દાફાશ. જાથાએ રાજયના ગળહ મંત્રાલય, રાજય પોલીસ વડા, પોલીસ મહાનિરીક્ષકનો વિશેષ આભાર માન્‍યો હતો. પર્દાફાશમાં જોડાયેલા પોલીસ કર્મીઓનું જાથા સન્‍માન કરવામાં આવ્‍યું છે.

(1:24 PM IST)