તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
સાવરકુંડલાઃ સુરત આચાર્ય સંઘમાં અધ્યક્ષ, ઉપપ્રમુખ મિડીયા કન્વીનર બિનહરીફ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. રપ :.. પારલે પોઇન્ટ ખાતે એકસપેરિમેન્ટલ સ્કુલમાં સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ કિશોરકુમાર જાનીના અધ્યક્ષ સ્થાને નિયત એજન્ડા સાથે સંઘની કારોબારી સભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં બોર્ડની પરીક્ષા તથા પરિણામોથી માંડીને નવી શિક્ષણ નીતિ અને આગામી શૈક્ષણીક વર્ષમાં સંઘ દ્વારા યોજાનાર વિવિધ કાર્યક્રમો સહિત શૈક્ષણીક, સહ શૈક્ષણીક પ્રવૃતિઓ તેમજ સંલગ્ન પ્રશ્નો બાબતે ગહન ચિંતન-વિમર્શ કરવામાં આવ્યું.
આ કારોબારી સભામાં સંઘના અધ્યક્ષ સી. ડી. પટેલ આગામી તા. ૩૧-પ-ર૦ર૪ થી નિવૃત થતા હોવાથી, તેમના સ્થાને શ્રી વિજયકુમાર બારોટની અધ્યક્ષ તરીકે તેમજ ડો. નિલેશકુમાર જોશીની ઉપપ્રમુખ તરીકે અને શ્રી પ્રકાશભાઇ પટેલની મીડિયા સેલ કન્વીનર તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી.
નવી વરણી પામેલા ત્રણેય હોદેદારોને હર્ષભેર અભિવાદિત કરી સંઘના પ્રમુખ કિશોરકુમાર જાની, અધ્યક્ષ સી. ડી. પટેલ, મહામંત્રી વિમલકુમાર ચૂડાસમા, ઉપપ્રમુખ ડો. જયેશભાઇ જોશી, પ્રતાપસિંહ બારસડીયા, તમામ હોદેદારો, કારોબારી સભ્યો અને શહેરના સર્વે આચાર્યોએ ખુશી વ્યકત કરી અનેક અઢળક અભિનંદન પાઠવેલ છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
