<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

જામનગરની કોર્ટે સિંહણના મળત્‍યુ કેસમાં ખેડૂતોના જામીન નામંજૂર કર્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ જામનગર જિલ્લામાં કાલાવડ રેન્‍જ વિસ્‍તારની ખંઢેરા રાઉન્‍ડની ખંઢેરા બીચ ના હંસસ્‍થળ ગામમાં આવેલ વાડી વિસ્‍તારમાં ગેરકાયદેસર વીજ કનેક્‍શન મેળવી ત્‍યાંથી પસાર થતાં માદા સિંહને ફાસલો મુકેલ જે વીજ કરંટ લાગતા સિંહનું મળત્‍યુ થયું હતું અને આ સમગ્ર ઘટના અંગે ૧૦ મે ૨૦૨૪ ના ગુનો પણ નોંધાયો હતો. બાદમાં વન્‍ય પ્રાણી સંરક્ષણની જુદી જુદી કલમો હેઠળ હુસેન ખાનમામદ નોયડા અને નજરમામદ ઉર્ફે નિઝામ અનવર નોયડા નામના ખેડૂતે સિંહનો મળતદેહ પણ દાટી પુરાવાનો નાશ કરવા પેરવી કરી હતી જેથી આ સમગ્ર મુદ્દે બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્‍યા હતા અને જામનગરની સેશન્‍સ કોર્ટમાં રજૂ કરાતા ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટના અધિકારી અને જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરીની દલીલોને ધ્‍યાને લઈ ગંભીર ગુનામાં બંને ખેડૂત આરોપીના રિમાન્‍ડ ના મંજૂર કર્યા છે. (તસવીરઃ :કિંજલ કારસરીયા, જામનગર)

(4:12 PM IST)