News of Monday, 27th May 2024
શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા નિર્મિત ગૌસેવા કેન્દ્રને ૫૧ લાખના માતબર દાનની જાહેરાત
ભુજ નજીક ભારાપર ગામે નિરાધાર પશુઓ માટે ગૌ સેવા ધામનું કરાશે નિર્માણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા રખડતા ભટકતા અને નિરાધાર ગૌ વંશ માટે નિર્માણાધીન ગૌ સેવા આશ્રય ધામ ‘જીવદયા કેન્દ્ર'ને કચ્છના રાજવી પરિવાર દ્વારા માતબર રકમનું અનુદાન જાહેર કરાતા સંસ્થાને પ્રેરક બળ પ્રાપ્ત થયું છે.
કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની જન્મ જયંતી પ્રસંગે ઉદારદિલ, જીવદયાપ્રેમી કચ્છના મહારાણી શ્રી પ્રિતીદેવીજીએ સંસ્થા દ્વારા નિર્માણ થઈ રહેલા ગૌસેવા કેન્દ્ર નિર્માણ અર્થેᅠ ૫૧ લાખ રૂપિયાના માતબર અનુદાનની જાહેરાત કરી હતી અને રૂ. ૧૧૦૦૦૦નો ચેક સંસ્થાના મંત્રી મયુર બોરીચા અને મીના બોરીચાને અર્પણ કર્યો હતો.ᅠ
શ્રી અજરામર ટ્રસ્ટના મંત્રી મયુર બોરીચાએ સંસ્થાની ૨૫ વર્ષની સેવાકીય પ્રવૃત્તિ અંગે આછો ચિતાર આપ્યો હતો અને ગૌસેવા સંકુલ નિર્માણ માટે રાજવી પરિવાર અને ખાસ મહારાણી શ્રી પ્રીતીદેવીજી દ્વારા જે અનુદાન આપવાની જાહેરાત કરી તે બદલ અંતરથી આભારની લાગણી વ્યક્ત કરી હતી.મહારાણી શ્રી પ્રિતીદેવીએ કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાને જન્મજયંતિના અવસરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે કચ્છ હિતના હામી મહારાણી પ્રિતીદેવીજી વતી આર્થિક સલાહકાર રવીન્દ્રભાઈ સંઘવીએ રાજવી પરિવાર દ્વારા માતબર રકમના અનુદાન સાથે ધાર્મિક,સામાજિક અને જીવદયાના થઇ રહેલા સેવાકીય કાર્યો વિષે માહિતી આપી હતી.રાજવી પરિવાર દ્વારા છ કરોડ રૂપિયાના ભંડોળ સાથે મેડીકલ, શિક્ષણ અને જીવદયા માટે ત્રણ નવા ટ્રસ્ટની રચનાની પણ જાહેરાત કરવામાં આવી હતી તેમજ કચ્છના વિવિધ સેવા પ્રકલ્પો માટે કાર્યરત સંસ્થાઓના ઉત્કર્ષ અર્થે માતબર અનુદાનની જાહેરાત કરવામાં આવી હતીᅠરાજવી પરિવારના કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા,દેવપર ઠાકોર કુતાર્થસિંહજી જાડેજા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહજી જાડેજા, સહિતના રાજવી પરિવારના સદસ્યો અને વિવિધ સામાજિક આગેવાનો અજરામર ટ્રસ્ટ ગૌ સેવા પ્રકલ્પના વરિષ્ઠ માર્ગદર્શકો હિંમતસિંહજી વસણ, મનોજભાઈ સોલંકી, તેમજ સંસ્થાના શુભેચ્છકો પ્રબોધભાઈ મુનવર વી.બી.સી. ભુજ મહાજનના પ્રમુખ કિશોરભાઈ મોરબીયા, ઉપપ્રમુખ જીતેન્દ્ર ધારશી શાહ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
