<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ગાંધીધામમાં સસ્‍તા અનાજની દુકાનમાંથી ૪૬૦૦ કિલો સરકારી અનાજનો જથ્‍થો પગ કરી ગયો

( વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : ગાંધીધામના ગોપાલપુરી વિસ્‍તારમાં મોહનલાલ શંકરલાલ ભાટિયા દ્વારા સંચાલિત સસ્‍તા અનાજની દુકાનમાં ગેરરીતિ ને પગલે તંત્ર એ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.  જિલ્લા પુરવઠા અધિકારી અર્શ આઝમી અને અંજાર પ્રાંત અધિકારી સુનિલ સોલંકી દ્વારા સયુંકત તપાસમાં ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ અને ચણા ના જથ્‍થામાં કુલ મળી ૪૬૬૯ કિલો ની ઘટ જણાતા નોટિસ આપી ખુલાસો પૂછાયો છે. સરકારી અનાજ જરૂરત મંદ લોકો સુધી પહોંચવાને બદલે પરબારું પગ કરી અને કાળા બજારમાં વેચાય એ હકીકત આઘાતજનક છે.

(11:23 AM IST)