તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
મોરબીના લાલપરમાં મીઠાના ગોદામમાંથી રૂ.૫.૭૩ લાખનો દારૂ નીકળ્યો
અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલે કરોડો રૂપિયાનો દારૂ પકડયા બાદ મીઠું હટાવતા જ વધુ દારૂ નીકળ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨૭: મોરબીના લાલપર ગામ નજીક મીઠાના ગોદામની આડમાં વિદેશી દારૂના કારોબારનો પર્દાફાશ કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ અહીંથી કરોડોનો વિદેશી દારૂ પકડાયો હતો. આ ગોદામમાં પડેલ મીઠાની ૪૫૦ બોરીઓ હટાવવામાં આવતા ગઈકાલે વધુ ૫.૭૩ લાખનો દારૂ મળી આવતા પોલીસે ગોદામ ભાડે રાખનાર બે આરોપીઓ વિરુદ્ધ વધુ એક ગુન્હો દાખલ કર્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર નજીક આવેલ લાલપર એસ્ટેટમાં શ્રી રામ નામના ગોડાઉનમાં અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડયા બાદ ગોડાઉનમાં પડેલ મીઠાનો જથ્થો હટાવવા મામલે ગોડાઉન માલિક ભવાનસિંહ ઉર્ફે લાલભા વિક્રમસિંહ જાડેજાએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ અને એસઓજી ટીમની હાજરીમાં મીઠાની ૪૫૦ બોરીઓ હટાવવાની શરૂ કરતા જ બોરીઓ નીચેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારી ભરેલી પેટીઓનો ખજાનો નીકળી પડ્યો હતો.
વધુમાં પોલીસે નમકની બોરી હટાવવા દરમિયાન અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૮૦ મીલી માપની પ્લાસ્ટિકની ૫૪૪૮ બોટલ કિંમત રૂપિયા ૫,૭૩,૬૦૦ મળી આવતા ગોદામ ભાડે રાખનાર અમદાવાદના જીમિત શંકરભાઇ પટેલ અને ગોડાઉન સંચાલક રમેશ પુંજાભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ વધુ એક ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
