<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટાઃ આછા વાદળા છવાયા

સર્વત્ર ગરમીમાં સામાન્ય રાહત થતા લોકોને હાશકારોઃ મહત્તમ તાપમાનો પારો નીચે ઉતર્યો

ગોડલમાં છવાયેલા વાદળા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોîડલ)

રાજકોટ,તા. ૨૭: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર -કચ્‍છમાં આજે પણ પવનના સુસવાટા ફુંકાઇ રહ્યા છે. અને આછા વાદળા છવાઇ જતા મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરતા ગરમીમાં રાહત મળી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૯ સે., મહતમ તાપમાન ૩૫ સે., ભેજનું પ્રમાણ ૭૬%, પવનની ગતિ ૧૫.૮ કિ.મી. રહી હતી.

(11:22 AM IST)