<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

જૂનાગઢમાં નકલી એએસઆઇ રોફ જમાવતો પકડાયો

પીજીમાં રહેતો મંડોરનો શખ્‍સ પોલીસનો યુનિફોર્મ પહેરી આંટાફેરા કરતો'તો

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૨૭: જૂનાગઢમાં અસલી પોલીસે નકલી એએસઆઇને રોફ જમાવતો ઝડપી લઇ તેની પાસે પોલીસનો યુનિફોર્મ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્‍તારમાં આવેલ સિદ્ધિવિનાયક પીજી હોસ્‍ટેલમાં રહેતો અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામનો યુવરાજ રામશીભાઈ જાદવ ઉ. વ. ૨૦ નામનો શખ્‍સ પાસે પોલીસ રાજ્‍યસેવકનો હોદ્દો ન હોય તેમ છતાં ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્‍ટમાં એએસઆઈના હોદ્દા ઉપર હોવાનો દેખાવ કરવા પોલીસ યુનિફોર્મ પહેરી અને એએસઆઇ તરીકેનું ખોટું નામ ધારણ કરી રોફ જમાવતો હોવાની માહિતી મળતા સી ડિવિઝનના પીએસઆઇ આર. પી. વણઝારા સહિતના સ્‍ટાફે ઘસી જઈને આ ઈસમને ઝડપી લીધો હતો.

પોલીસે યુવરાજ જાદવ વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ એન. આર. ભેટારીયા ચલાવી રહ્યા છે.

(11:45 AM IST)