<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

મોરબીના સાપરમાં હાર્ટએટેકથી વૃધ્‍ધનું મૃત્‍યુ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૭ : મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ મેગાટ્રોન સિરામિક કારખાનાની સિક્‍યોરિટી ઓફિસમાં મૂળ જામનગરના રહેવાસી શંકરભાઇ કાલારભાઈ શાહ ઉ.૬૪ નામના વૃદ્ધને ફેફસાની બીમારીની સાથે હાર્ટએટેક આવી જતા મૃત્‍યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્‍માતે મૃત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(11:25 AM IST)