<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

સમસ્‍ત ઓખા રઘુવંશી સમાજના કલ્‍યાણ અર્થે વૃંદાવનમાં ભાગવત કથા

૩૦ મે થી પ જુન સુધી આયોજનઃ યમુનાજી ચૂંદડી મનોરથ અને ચૂંદડી મનોરથ યોજાશે : મુખ્‍ય યજમાન સ્‍વ. વિનોદરાય તુલસીદાસ જટણીયા તથા સ્‍વ. વીણાબેન વિનોદરાય જટણીયા પરિવારઃ વ્‍યાસાસને દ્વારકાના શાસ્ત્રીજી ચેતનભાઇ સુરેશભાઇ સાતા


 

રાજકોટ તા. ર૭ :.. દેવભૂમી દ્વારકા  જીલ્લાનાં ઓખા શ્રી લોહાણા મહાજન દ્વારા શ્રી લોહાણા મહાજન ઓખા પ્રેરિત 'વૃંદાવન યાત્રા' શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સમસ્‍ત ઓખા રઘુવંશી સમાજના કલ્‍યાણ અર્થે પાવનકારી કલ્‍યાણકારી શ્રીમદ્‌્‌ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ તા. ૩૦-પ-ર૪ ને ગુરૂવારથી તા. પ-૬-ર૪ ને બુધવાર સુધી શ્રી કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી આશ્રમ અક્ષયપાત્રના સામેનો રોડ, છટીકરા રોડ, વૃંદાવન (ઉત્તર પ્રદેશ) ખાતે કરવામાં આવેલ છે.

કથાના મુખ્‍ય યજમાનપદે ઓખા નિવાસી હાલ રાજકોટ સ્‍વ. વિનોદરાય તુલસીદાસ જટણીયા તથા સ્‍વ. વીણાબેન વિનોદરાય જટણીયા પરિવાર છે.

શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં દ્વારકાનાં શાષાીજી ચેતનભાઇ સુરેશભાઇ સાતા કથાનું રસપાન કરાવશે.

જે અંતર્ગત તા. ૩૦-પ-ર૪ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્‍યે પોથી યાત્રા નીકળશે. જયારે બપોરે ૧ર વાગ્‍યે કથાનો પ્રારંભ થશે.

તા. ૩૧-પ-ર૪ ને શુક્રવારે સવારે ૧૦ થી ૧.૩૦ વાગ્‍યા સુધી કથા, તા. ૧-૬-ર૪ ને શનિવારે બપોરે ૧ર.૩૦ વાગ્‍યે નૃસિંહ પ્રાગટય, તા. ર-૬-ર૪ ને રવિવારે સવારે ૧૦-૩૦ વાગ્‍યે શ્રી વામન પ્રાગટય, તા. ર-૬-ર૪ ને રવિવારે બપોરે ૧ર-૩૦ વાગ્‍યે શ્રીરામ જન્‍મોત્‍સવ, તા. ર-૬-ર૪ ને રવિવારે સાંજે ૬-૩૦ વાગ્‍યે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવાશે.

તા. ૩-૬-ર૪ ને સોમવારે સવારે ૮ વાગ્‍યે ચૂંદડી મનોરથ યોજાશે. શોભાયાત્રા વાજતે ગાજતે બંગાલ ઘાટથી વિશ્રામ ઘાટ પહોંચશે. હસ્‍તક રાજેશભાઇ વી. જટણીયા, પ્રતિકભાઇ વી. જટણીયા (રાજકોટ) છે. તા. ૩-૬-ર૪ ને સોમવારે સાંજે ૬.૩૦ વાગ્‍યે શ્રી ગોવર્ધન ઉત્‍સવ ઉજવાશે.

તા. ૩-૬-ર૪ ને સોમવારે સાંજે ૪ વાગ્‍યે કથા પ્રારંભ થશે. તા. ૪-૬-ર૪ ને મંગળવારે સાંજે ૭.૩૦ વાગ્‍યે શ્રી રૂક્ષ્મણી વિવાહ યોજાશે. તા. પ-૬-ર૪ ને બુધવારે બપોરે ર.૩૦ વાગ્‍યે પરિક્ષિત મોક્ષ સાથે કથા વિરામ લેશે.

તા. ૩૦-પ-ર૪ ને ગુરૂવારે સાંજે પ વાગ્‍યે યમુનાજી ચૂંદડી મનોરથ કાંતીલાલ લક્ષ્મીદાસ પંચમતીયા દ્વારા રાખેલ છે.

શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પાટલા-પોથી રાખનારા પુણ્‍યાત્‍મા પરિવારજનો યજમાનોમાં સ્‍વ. ચંદુભાઇ તુલસીદાસ જટણીયા, સ્‍વ. હરિભાઇ તુલસીભાઇ જટણીયા, સ્‍વ. ચંપકભાઇ તુલસીદાસ જટણીયા, સ્‍વ. પ્રભુદાસભાઇ તુલસીદાસ જટણીયા, સ્‍વ. અનંતભાઇ (બાબાકાકા) તુલસીદાસ જટણીયા, સ્‍વ. રતિલાલભાઇ ઠાકરશીભાઇ ઠકકર, સ્‍વ. લીલાધરભાઇ રતનશભાઇ બારાઇ, સ્‍વ. જયશ્રીબેન હરેશભાઇ પાબારી, સ્‍વ. મુકેશભાઇ હંસરાજભાઇ કાનાણી, સ્‍વ. મોહનલાલ માધવજીભાઇ દતાણી, સ્‍વ. મુળજીભાઇ લક્ષ્મીદાસભાઇ વિઠ્ઠલાણી, સ્‍વ. ગોરધનદાસભાઇ કરશનદાસ વિઠ્ઠલાણી, સ્‍વ. પરેશકુમાર ગોરધનદાસ પંચમતીયા પરિવાર છે.

કથા શ્રવણ તથા મહાપ્રસાદનો લાભ લેવા સમસ્‍ત ઓખા રઘુવંશી સમાજ તથા જટણીયા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(11:25 AM IST)