News of Monday, 27th May 2024
જુનાગઢ કોર્પોરેશન તંત્ર દ્વારા ૪ ગેમઝોન સીલ
ફાયર સેફટી સહિતના મુદ્દે રિપોર્ટ આવ્યા બાદ ફરીથી ચાલુ કરાશે : અન્ય જગ્યાઓની તપાસ કરાશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : રાજકોટ ગેમીંગ ઝોનમાં થયેલ અકસ્માતને ધ્યાને લઈ મ્યુનિસીપલ કમિશનર ડો. ઓમ પ્રકાશ ના અધ્યક્ષ સ્થાને જૂદા જૂદા વિભાગો સાથે બેઠક યોજાઇ હતી જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ગેમઝોન (૧)સુરજ ફન વર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક, કોલેજ રોડ, જૂનાગઢ (૨)સુરજ સીનેપ્લેક્ષ, કોલેજ રોડ, જૂનાગઢ (૩) હોટલ ફર્ન, ગીરનાર દરવાજા, જૂનાગઢ (૪) ગેમર્સ પોઈન્ટ, ઉપરકોટ, જૂનાગઢની ચકાસણી મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ.,મામલતદાર કચેરીના અધિકારીશ્રીઓ ધ્વારા કરવામાં આવેલ ચકાસણી દરમ્યાન ધ્યાને આવેલ બાબતો અન્વયે સુરજ ફન વર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક, કોલેજ રોડ, જૂનાગઢ માં ટોરા ટોરા,હોન્ડા રાઈડ ડીસ્મેન્ટલ કરી દુર કરવામાં આવેલ છે. બાકીની ૧૩ રાઈડ એમ્યુઝમેન્ટ પાર્ક ના મેનેજમેન્ટ દ્વારા ચાર્ટડ એન્જીનીયર મારફત રી-ઈન્સ્પેકશન કરાવી રીર્પોટ રજૂ કર્યા બાદ ચાલુ કરવામાં આવશે તેમ જણાવેલ છે. તેમજ ફાયર સેફટી અંગે આપવામાં આવેલ એન.ઓ.સી.ની મુદત પૂર્ણ થયેલ છે. શોપ એન્ડ એસ્ટાબ્લીસ્મેન્ટ એકટ તથા વ્યવસાય વેરા અન્વયે રજીસ્ટ્રેશન થયેલ નથી. બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ રજૂ કરેલ નથી.જે ધ્યાને લઈ આ જગ્યાને સીલ કરવામાં આવેલ છે. સુરજ સીનેપ્લેક્ષ, કોલેજ રોડ, જૂનાગઢમાં આવેલ રોયલ ગેમ ઝોન ફાયર એન.ઓ.સી. ધરાવતા ન હોય, શોપ એન્ડ એસ્ટાબ્લીસ્મેન્ટ એકટ અન્વયે સૂરજ સીનેપ્લેક્ષનુ રજીસ્ટ્રેશન થયેલ ન હોય તેમા આવેલ રોયલ ગેમ ઝોનનુ શોપ એન્ડ એસ્ટાબ્લીસ્મેન્ટ એકટ તથા વ્યવસાયવેરા હેઠળ રજીસ્ટ્રેશન થયેલ ન હોય તેમજ કલેકટર કચેરી પાસે થી ગેમઝોન ચલાવવા બાબતેનો પરવાનો સંચાલક ધ્વારા મેળવવામાં આવેલ ન હોવા થી આ જગ્યાને મહાનગરપાલિકા જૂનાગઢ તથા મામલતદર દ્વારા સીલ કરવામાં આવેલ છે.
હોટલ ફર્ન, ગીરનાર દરવાજા, જૂનાગઢ પાસે શોપ એન્ડ એસ્ટાબ્લીમેન્ટ એકટ અન્વયે રજીસ્ટ્રેશન ન હોય જે ધ્યાને લઈ કાયદાની જોગવાઈ અનુસાર નોટીસ આપવામાં આવેલ છે. કલેકટર કચેરી પાસે થી ગેમઝોન ચલાવવા બાબતેનો પરવાનો સંચાલક ધ્વારા મેળવવામાં આવેલ ન હોવા થી સબંધીત જગ્યા મામલતદાર દ્વારા સીલ કરવામાં આવેલ છે.
ગેમર્સ પોઈન્ટ, ઉપરકોટ, જૂનાગઢમાં ગેમ ઝોનનુ ફાયર એન.ઓ.સી. મેળવેલ ન હોય શોપ એન્ડ એસ્ટાબ્લીસ્મેન્ટ એકટ તથા વ્યવસાયવેરા અન્વયે ગેમ ઝોનનુ રજીસ્ટ્રેશન થયેલ ન હોય, તેમજ કલેકટર કચેરી પાસે થી ગેમઝોન ચલાવવા બાબતેનો પરવાનો સંચાલક દ્વારા મેળવવામાં આવેલ ન હોવા થી સબંધીત જગ્યા મહાનગરપાલિકા, જૂનાગઢ તથા મામલતદાર કચેરી દ્વારા સીલ કરવામાં આવેલ છે.
તેમજ આગામી સમયમાં લોકોની વધુ અવર જવર વાળા અન્ય સ્થળો (૧)ડી-માર્ટ, ઝાંઝરડા ભાયપાસ રોડ, જૂનાગઢ (૨) રિલાયન્સ ટ્રેન્ડસ મોલ, ઝાંઝરડા બાયપાસ રોડ, જૂનાગઢ(૩) રિલાયન્સ ડીઝીટલ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ (૪)રિલાયન્સ સુપર માર્કેટ, મોતીબાગ રોડ, જૂનાગઢ, (૫) ક્રોમા મોલ, ટીંબાવાડી રોડ, જૂનાગઢ, (૬)વી-માર્ટ મોલ, તળાવ દરવાજા, જૂનાગઢ, (૭) જયશ્રી સીનેમા, તળાવ દરવાજા, જૂનાગઢ, (૮) રોપ વે, ભવનાથ, જૂનાગઢ, (૯) સકકરબાગ, રાજકોટ રોડ, જૂનાગઢ, (૧૦) મ્યુઝીયમ, સરદારબાગ, જૂનાગઢ તથા શહેરમાં આવેલ હોસ્પીટલો, કોલેજો,શાળા વિગેરેને ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
