<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

પ્રેમ દબાણ ન કરે, હંમેશા સમર્પિત હોયઃ પુ.મોરારીબાપુ

ગોંડલમાં આયોજીત ‘‘માનસ શ્રીરામ કથા''નો વિરામઃ સિધ્‍ધ સમાધીઓ, દરેક મંદિરો, ગોંડલ નરેશ ભગવતસિંહજી, પુ.લોહલંગરીબાપુને કથા સમર્પિત કરતા પુ.મોરારીબાપુ

ગોંડલ તા.૨૭: ગોંડલ ની પ્રાચીન જગ્‍યા મહાસિદ્ધ યોગી મહાત્‍મા લોહલંગધામ અન્નક્ષેત્ર આયોજીત અને યુગાન્‍ડા સ્‍થિત મનોરથી ચેતનભાઈ સાંગાણી નાં સહયોગ થી દાસીજીવણ પાર્ટીપ્‍લોટ ખાતે  નવ દિવસ થી ચાલી રહેલી પુ. મોરારીબાપુ ધી રામચરીત માનસ કથાની આજે પુર્ણાહુતી થઈ હતી.  રામકથા હેતુ માટે નહીં માત્ર હેત માટે  હોવાનું જણાવી  બાપુ એ  રામાયણ નાં સાત કાંડને ટૂંકમાં જણાવતા કહ્યું હતું કે રામાયણ નું ગાન હિમાલય પર્વત થી ગંગા નદી જ્‍યાં સુધી પ્રવાહિત રહેશે.ત્‍યાંસુધી વહેતી રહેશે. રામાયણમાં રામને રાજગાદી અને ૧૪ વર્ષના વનવાસ મી રામકથા સાથે નાં અયોધ્‍યા કાંડ વિશે સુંદર મર્મ સમજાવ્‍યો હતો.સીતાજી જ્‍યારથી અયોધ્‍યા આવ્‍યા ત્‍યારથી અયોધ્‍યા નગરી સમળદ્ધિ થી રચી પચી છે.રિદ્ધિ સિદ્ધિના સંપત્તિ ની નદી સુહાની બની છે.જો કે અત્‍યંત સમળદ્ધિમાંથી દુઃખનો જન્‍મ થાય છે.ત્‍યારબાદ રામવનવાસ કૈકયના બે વરદાન કથા આગળ ધપાવતા રાજા દશરથ રામના છ મંત્ર ના નાદ સાથે પ્રાણ ત્‍યાગ કર્યો.તેનું ભાવવાહી વર્ણન કર્યુ હતુ.

સદ્‌ સત્‍સંગ થાય તો ખૂબ સારૂ પરંતુ દુર્જન નો સંગ ન કરવો.  રામાયણમાં દર્શાવ્‍યું છે.નીચનો સંગ કરવાથી કુસંગતા પ્રાપ્ત થાય છે.સાધુ નો સંગ કરવો જોઈએ.કામ ક્રોધ લોભ ત્રણ ઘરમાં ભેગા થાય ત્‍યારે રાજ્‍યાભિષેક અટકે છે.અને વનવાસ ચાલુ થાય છે.વેશના સાધુ ન હોય તો ભલે ચરિત્ર ના સાધુ બનીએ.ભરતજી પાપ ઉતપાપ નો બોધ પાઠ આપે છે.ભરતે પાપ મહિમા સમજાવ્‍યો એ વાંચીએ ત્‍યારે આપણને એમ થાય આ બધા પાપ આપણામાં પડેલા  જ છે.પરંતુ આપણે ભરતા બન્‍યા છીએ. એ માટે ભરત બનવું પડે.ત્‍યારબાદ ચિત્રકૂટ વર્ણન રામ ભરત નો પ્રેમ મિલાપ નુ વર્ણન કર્યુ હતુ.

બાપુએ કહયુ કે  પ્રેમ કોઈ દિવસ દબાણ ન કરે પ્રેમ હંમેંશા સમર્પિત હોય છે.ભરત કહે છે. પદ નથી જોઈતું પાદુકા જોઈએ છે.અહીં પાદુકાને છ રીતે મૂલવી પાદુકા હોય ત્‍યાં પગ આવશે.પાદુકા નિમિત્ત માત્ર છે.આપણે ત્‍યાં ચરણ પીઠ ,જ્ઞાનપીઠ ,દાણા પીઠ ખડપીઠ વ્‍યાસપીઠ તુલસીપીઠ પરંતુ પ્રભુ ની ચરણ પીઠ કેટલો સુંદર શબ્‍દ.પાદુકા હંમેશા કળપા થી મળે પ્રયાસથી ન મળે.પાદુકા બે પરિકા નથી.આ બે પાદુકા ‘‘રા''બીજી ‘‘મ'' આમ બે રામ નામની પાદુકા,  હરિના વિસારે એને હરિ ના વિચારે.જે હરીને ભૂલતો નથી. એમને હરિ ભૂલતા નથી.વિરક્‍તાઇ જગતભરની સુંદરતાઈ છે.રામકથા વીરકતાઇ રૂપી ઘરેણું છે.ભૂખમાંથી એક દીકરી અને દીકરો જન્‍મે છે.દીકરી એટલે ભીખ જેસ્ત્રી છે.ભૂખમાંથી ભેખનો જન્‍મ થાય છે.એ છે.દીકરો એ ભૂખ જાગવી જોઈએ.એ ભૂખ બીજી રીતે જાગે તો ભિખારી થાય છે.અહીં આર્યનારી નો ત્‍યાગ માટે જ દેશમાં ગંગા સાથેસ્ત્રીને ગંગા સ્‍વરૂપ કહ્યો છે.કાગળ નો ટુકડો માણસ ને જીવતો રાખી દે.તેમણે ગોંડલ પોસ્‍ટઓફીસ ને યાદ કરી હતી.અલીબાબા નિયમ અને સિદ્ધાંત દેશકાળ પ્રમાણે ફેરફાર થઈ શકે.પરંતુ સત્‍ય પ્રેમ કરુણા જે જીવનમંત્ર માં ફેરફાર નથી પ્રવક્‍તા ને ના પકડો વક્‍તવ્‍ય ને પકડો ‘‘વિભીષણ રાવણ સાથે પ્રજ્ઞાવાન વાતો કરી છે.ભાઈ માં ખોટા આપડે ખોટા પ્રયોગ કર્યો છે.વાલ્‍મીકિ રામાયણમાં વિભીષણ એટલે વૈષ્‍ણવ છે જે સજ્જન છે જે  સાધુ છે.વિભીષણ કલંક લઈને આવ્‍યા, ગયા ત્‍યારે લંક લઈ ને ગયા.આમ સેતુબંધ ની વાત કરતાં બાપુએ કહ્યું હતું કે રામના કામ મા આખું અસ્‍તિત્‍વ કામ આવે હરામના કામમાં કોઈ કામ ન આવે''  ઉત્તમ ધરણી હોય ત્‍યાં સંવાદ થાય વિવાદ હોય ત્‍યાં ઉત્તમ ધરણી નથી.હર હર મહાદેવના નાદ  કરીએ ત્‍યારે તમે હાથ ઊંચા કરો છો ત્‍યારે મને એમ લાગે ખળું પાકયું છે.યુગની કથા રમણીય હોય પરંતુ યુદ્ધ કથા રમણીય ન હોઇ ,જ્‍યાં ખોવાયું તે ત્‍યાંથી જ મળે ઘરમાં ખોવાયેલ શાંતિ  હરિદ્વારમાં ન મળે. ગોંડલ પ્રગટ અપ્રગટ ચેતના ને વંદન સાથે બાપુ એ ગોંડલ નરેશ સરભગવતસિંહજી ને યાદ કર્યા હતા સાથે બધું જ કહેવાયું છતાં બધું જ બાકી રહી ગયું કહી કથાને પૂર્ણ તરફ લઈ જતા સિદ્ધ સમાધિ તેમજ દરેક મંદિર એવમ ગોંડલ નરેશ ભગવતસિંહજી બાપુ તેમજ લોહલંગરી બાપુ ને કથા સમર્પિત કરી હતી. ગોંડલ ની કથાએ ચાર ચાંદ લગાવી દીધા મનોરથી પરિવાર દ્વારા તનુજા વિતજા માનસી સેવા થકી ચેતનભાઈ સાંગાણી તેમજ સમગ્ર પરિવાર ને આશીર્વાદ આપ્‍યા હતા.

(12:24 PM IST)