News of Monday, 27th May 2024
સમાજના વિકાસથી રાષ્ટ્રના વિકાસ સુધી પાટીદારોનું યોગદાનઃ કોટડીયા
દ્વારકા ખાતે ઉમા અતિથિગૃહનું વિસ્તૃતીકરણ લોકાર્પણ સમારોહઃ દાતાઓ-ઉમારત્નોનું સન્માન વિકસીત ગુજરાત-૨૦૪૭ના વિઝન માટે પાટીદાર સમાજ કટીબધ્ધઃ પ્રકાશભાઇ વરમોરાઃ દાતાઓના દાન સાથે અતિથિગૃહના આધુનીક નિર્માણને બિરદાવતાઃ મૌલેશભાઇ ઉકાણીઃ ૫૦૦ કરોડની ત્રીજી સમૃધ્ધિ યોજનાને સફળ બનાવવા સમાજને જેરામભાઇ વાંસજાળીયાની અપીલઃ સોમનાથ-દ્વારકા ફેઇસ-વનના મુખ્ય દાતા ઉકાણી પરિવાર ફેઇસ-૨ના મુખ્ય દાતા બન્યા : આ સમારોહમાં રૂા. રપ,૦૦,૦૦૦ લાખનું દાન આપનાર આજીવન દાતા ટ્રસ્ટીઓ તેમજ રૂા. ૩,પ૧,૦૦૦ નું અનુદાન આપનાર તમામ ઉમારત્ન દાતાઓનું એવોર્ડ આપી સન્માનીત : ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા નિર્મિત ઉમા અતિથિ ગૃહના વિસ્તૃતીકરણમાં મુખ્ય દાતા તરીકે બાનલેબ પરિવાર દ્વારા રૂા. ૧,૧૧,૧૧,૧૧૧/- જેવી માતબાર રકમનું શ્રીમતી અમિતાબેન તથા નટુભાઈ ડાયાભાઈ ઉકાણી, શ્રીમતી સોનલબેન તથા મૌલેશભાઈ ડાયાભાઈ ઉકાણી, લવ, રીશા, જય, હેમાંશી, વિધી, રાધા, રીશી, યુગ ના હસ્તે અનુદાન પ્રાપ્ત થયું છે. સિદસર મંદિરના હોદેદારો દ્વારા તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત અતિથિ ગૃહના અન્ય દાતાઓનું તેમજ સિદસર ના દાતા ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

રાજકોટ તા. ર૭: જગતગુરૂ પૂર્ણ પુરસોતમ શ્રી કૃષ્ણની નગરી તીર્થ ભૂમી દ્રારકા ખાતે આવનાર હજારો દર્શનાર્થીઓને ઉતમ ઉતારાની વ્યવસ્થા મળી રહે તે હેતુસર ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા નિર્મિત ઉમા અતિથિ ગૃહનું વિસ્તૃતીકરણ કરવામાં આવેલ છે. જેનો લોકાર્પણ સમારોહ તાજેતરમાં દ્રારકા ખાતે રંગેચંગે યોજાયો.
ચારધામ પૈકીના યાત્રાધામ દ્રારીકામાં કાળીયા ઠાકોરના દર્શનાર્થે પધારતા કડવા પાટીદાર સમાજના યાત્રીકોને સમાજના જ અતિથિગુહની સુવિધા મળી રહે તે માટે દ્રારીકા ખાતે પટેલ સમાજ રોડ, ટી.વી. સ્ટેશનની ૩ર,૦૦૦ ચો. ફુટ માં નિર્મિત અતિ સુવિધાસભર અતિથિગૃહનું વિસ્તૃતીકરણ કરવામાં આવેલ છે. માત્ર ૧૮ મહિનામાં નવા ૩૦ આધુનીક રૂમ સાથેનું ભવન નું લોકાર્પણ કરવામાં આવ્ય્ુ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા નિર્મિત આ શ્રીમતી લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગૃહ માં એ.સી. રૂમ, સ્યુટ રૂમ, ડોરમેટરી, મ૯ટીપરપઝ હોલ, ડાયનીંગ હોલ, કિચન, પાર્કીગ, લીફટ, જનરેટર વિગેરે સુવિધાઓ સાથે થિયેટર રૂમ, ફર્સ્ટ તથા સેકન્ડ ફલોર પર ન્યુ વિંગ, વેઈટીંગ લોન્જ, એડવાન્સ લીફટ સુવિધા, સ્મોલ કીચન, સ્મોલ ડોરમેટરી, ઈલેકટ્રીક કંટ્રોલ પેનલ, જેવી સુવિધાઓનો વધારો કરવામાં આવ્યો છે.
ર૩ મે ગુરૂવાર ના રોજ યોજાયેલા શ્રીમતી લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગુહ વિસ્તૃતીકરણના લોકાર્પણ સમારોહમાં મુખ્ય ઉદ્ધાટક તરીકે શ્રીમતી લાભુબેન ડાયાભાઈ ઉકાણી બાનલેબ પરિવારે મુખ્ય બિ૯ડીંગનું લોકાર્પણ કર્યુ હતુ. ઉમિયાધામ ના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ થર્ડ વિંગનું લોકાર્પણ કર્યુ હતુ. કાન્તીભાઈ રામે ડાઈનીંગ હોલનું, મોહનભાઈ સંધાણી પરિવારે થીયેટર રૂમનું, મનજીભાઈ પટેલ (પાવર હાઈ એન્જી.) સેકન્ડ ફલોર વિંગનું, રમેશભાઈ દલસાણીયાએ ફર્સ્ટ ફલોર વિંગનું, જેન્તીભાઈ (પાવર હાઈ એન્જી.) વેઈટીંગ લોન્જનું, હસમુખભાઈ પટેલ (આંબલી)એ સ્મોલ કિચન રૂમ, અને નીનાબેન નિતીનભાઈ કણસાગરાએ લોન્ડ્રી રૂમનું લોકાર્પણ કરેલ હતુ. ગોવિંદભાઈ વરમોરા તરફથી લીફટનું અનુદાન પ્રાપ્ત થયુુ હતુ. સમારોહમાં અતિથિ વિશેષ તરીકે મહાપદમ્ દાતા જીવનભાઈ ગોવાણી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના પ્રમુખ મગનભાઈ જાવિયા, ભૂદરદાસ સેવાનીધી ચેરી. ટ્રસ્ટ અમદાવાદ ના શૈલેષભાઈ મોતીલાલ પટેલ, લક્ષ્મીનારાયણ મંદિર કચ્છના ટ્રસ્ટી મોહનભાઈ જેઠાલાલ સંધાણી, એસ.પી.સી.ટી. અમદાવાદ ના પૂર્વ પ્રમુખ જયંતિલાલ ઓધવજીભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા.
ઉમા અતિથિગુહના વિસ્તૃતીકરણ લોકાર્પણ સમારોહની પૂર્વ સંઘ્યાએ ઉમિયાધામના કારોબારી સભ્યોની ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય અને પાટીદાર ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાએ પોતાના પ્રવચનમાં વિકસીત ગુજરાત- ર૦૪૭ ના વિઝન પર જણાવ્યુ હતુ કે સમાજમાં હે૯થ, હેપીનેસ, અને વે૯થ આ ત્રણ મુખ્ય બાબતો થકી સમાજ પ્રગતિ કરી શકે છે. આ ઉપરાંત આવનારા સમયમાં પાટીદાર સમાજને સેમી કંડેકટ્રર પાવર વધારી આત્મનિર્ભરતા થકી વિઝનરી અને બ્રાન્ડ સમાજ તરીકે ઉભરી આવી રાષ્ટ્ર અને દુનીયા માટે રોલ મોડલ બનવા પાટીદાર સમાજને અપીલ કરી હતી. સિદસર મંદિરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ પોતાના પ્રવચનમાં સમાજના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ વિષય પર ચિંતન રજુ કરતા જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજના વિકાસ થકી રાષ્ટ્રનો વિકાસ થાય તે માટે વ્યકિતનો વિકાસ જરૂરી છે, વ્યકિત થકી કુટુંબ, કુટુંબ થકી ગામનો વિકાસ, ગામના વિકાસ થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રનો વિકાસ સંભવ બને છે. તેઓને રાષ્ટ્રના વિકાસમાં પાટીદારો ના ઉદ્યોગપતિઓના અન્નય યોગદાન ને બિરદાવ્યુ હતુ. તેમજ શિક્ષણ એ સમાજને દિશા આપનારો મુખ્ય માર્ગ છે શિક્ષણ થકી પાટીદાર સમાજની પ્રતિષ્ઠા પર તેઓને ભાર મુકયો હતો. લોકાર્પણની પૂર્વ સંઘ્યાએ યોજાયેલ લોકડાયરામાં હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતીનો હાસ્ય દરબાર તેમજ સાગર પટેલ ની ગાયકીએ રંગ જમાવ્યો હતો.
ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા નિર્મિત ઉમા અતિથિ ગૃહનું વિસ્તૃતીકરણ સમારોહના પ્રારંભ સંકુલની બાળાઓ દ્રારા સુંદર ગણેશ વંદના સ્તૃતી દ્રારા કરવામાં આવ્યો હતો. આ લોકર્પણ સમારોહમાં મંદિરની યોજનાઓ વિશે ભાવેશભાઈ ફળદુએ પ્રેઝન્ટેશન આપ્યુ હતુ. ઉમાભવન રાજકોટનું પ્રેઝન્ટેશન વિજય ડઢાણીયા એ આપેલ હતુ. રમેશભાઈ રાણીપાએ સમૃઘ્ધી યોજના-૩ વિશે માહીતી આપી હતી. સ્વાગત પ્રવચન અંકુરભાઈ ભાલોડીયા, આભારવિધી સમીરભાઈ ભેંસદડીયા તથા કાર્યક્રમનું સુચારૂ સુંદર સંકલન સિદસર ઉમિયાધામના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે કર્યુ હતુ. આ સમારોહમાં રૂા. રપ,૦૦,૦૦૦ લાખનું દાન આપનાર આજીવન દાતા ટ્રસ્ટીઓ તેમજ રૂા. ૩,પ૧,૦૦૦ નું અનુદાન આપનાર તમામ ઉમારત્ન દાતાઓનું એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા. આ સમારોહ પ્રસંગે એકાવન હજાર થી લઈને સાત લાખ એકાવન હજાર સુધીના દાન ની જાહેરાત કરવામાં આવી હતી. આ સમારોહમાં ઉકાણી પરિવારના રાધા ઉકાણી એ પોતાના પ્રવચનમાં સમાજના વિકાસમાં મઘ્યમ વર્ગના મહત્વને ઉજાગર કરતા તમામ ઉમારત્ન દાતાઓના ના સહયોગને બિરદાવતા યુવા વર્ગને સમાજના વિકાસમાં સક્રિય થવા અપીલ કરી હતી. ઉમા અતિથિગુહના મુખ્ય દાતા મૌલેશભાઈ ઉકાણીએ પ્રવચન આપતા જણાવ્યુ હતુ કે સમાજના ઉતારાગૃહની પરીભાષા બદલાવી જોઈએ તેઓએ દ્રારકા અતિથિગુહના અતિ આધુનીક ઈન્ફ્રાસ્ટ્રચરમાં યોગદાન આપનાર તમામ વ્યકતીઓનો આભાર વ્યકત કરતા જણાવ્યુ હતુ કે દેવભૂમી દ્રારકામાં અતિથિગુહના નિર્માણમાં દાન આપી સમાજે સંપતીને શુભ લક્ષ્મી બનાવી છે. તેઓએ સિદસર ઉમિયાધામના સુચારૂ વહીવટ, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તેમજ છેવાડાના સંગઠનના સભ્યો ના સહયોગને બિરદાવ્યો હતો. આ લોકાર્પણ સમારોહમાં સિદસર ના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ સિદસર પ્રેરીત પ૦૦ કરોડની ત્રીજી સમુઘ્ધી યોજનાને સફળ બનાવવા દાતાઓને અપીલ કરી હતી. સમુઘ્ધી યોજના-૩ ના અઘ્યક્ષ તરીકે પૂર્વ કલેકટર શ્રી બી.એચ.ધોડાસરાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ લોકાર્પણ સમારોહમાં દ્રારકા અતિથિગૃહના નિર્માણની સંપુર્ણ વિગત આપતી ડોકયુમેન્ટરી રજુ કરવામાં આવી હતી.
દ્રારકા ખાતે યોજાનાર આ લોકાર્પણ સમારોહમાં સમાજ શ્રેષ્ઠીઓ તથા ટ્રસ્ટીઓ બી.એચ.ધોડાસરા, જીવનભાઈ ગોવાણી, ચીમનભાઈ શાપરીયા, રમણીકભાઈ ભાલોડીયા, ભૂપતભાઈ ભાયાણી, જેન્તીભાઈ કાલરીયા, કાંતીભાઈ માકડીયા, નાથાભાઈ કાલરીયા, મુળજીભાઈ ભીમાણી, ડી.એન. ગોલ, શિવલાલભાઈ આદ્રોજા, સરોજબેન મારડીયા, નરશીભાઈ માકડીયા, દિલીપભાઈ ધરસંડીયા, દિનેશભાઈ દેલવાડીયા, ડી.એલ.રંગપરીયા, કે.જી.કુંડારીયા, વિનુભાઈ મણવર, વસંતભાઈ દેત્રોજા, મનસુખભાઈ રોજીવાડીયા ઉપસ્થિત રહયા હતા.
દ્વારકા અતિથિભવન નિર્માણમાં સમય-શકિત-સંપતિનું દાન આપનાર પરેશભાઇ હાંસલીયાનું વિશેષ સન્માન
ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા ચાલતી સામાજીક સેવાકીય પ્રવૃતિમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનેક આગેવાનો કાર્યકરો સમયદાન આપીને તો અનેક દાતાઓ સંપતિનું દાન આપીને સહભાગી થતા હોય છે. દ્વારકા ખાતે અતિથિગૃહના નિર્માણમાં સમય-શકિતની સાથે સંપતિનું દાન આપી જામનગરના પરેશભાઇ હાંસલીયાએ એક અનોખુ ઉદાહરણ આપી પ્રેરક કાર્ય કર્યું છેઉમિયાધામ સિદસરના કારોબારી સભ્ય અને દ્વારકા અતિથિગૃહ નિર્માણથી જ તમામ કાર્યોમાં જોડાયેલા પરેશભાઇ હાંસલીયાએ દ્વારકા લોકાર્પણ સમારોહ વેળાએ શિવરાજ પાસે આવેલી એક એકર જગ્યા અંદાજીત ૯૦ લાખની કિંમતની ઉમિયાધામ સિદસરને દાનમાં આપવાની જાહેરાત કરી છે. પોતાની સંપતિના ૧૦ ટકા જેટલી રકમનું દાન કરીને પરેશભાઇએ એક અનોખુ ઉદાહરણ આપીને સમય-સશકિતની સાથે સંપતિનું દાન કરી સમાજ માટે નવી કેડી કંડારી છે. આ પ્રસંગે હાંસલીયા પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. સિદસદરના હોદેદારો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
