News of Monday, 27th May 2024
સાસણ હિરણ નદી કાંઠે હિરન રિસોર્ટમાં મુકતેશ્વર મહાદેવનું મંદિરનું ભુમિપુજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૭ : સાસણ નજીક આવેલ હિરણ નદી ના કાંઠે આવેલ સુંદર રમણીય સ્થળ હિરણ રી ટ્રીટ રિસોર્ટમાં પર્યટકોને જંગલમાં આસ્થા ને શ્રદ્ધા સાથે ધાર્મિક તા જળવાઈ રહે તેવા ભાવ થકી હિરન રિસોર્ટ માં સુંદર મઝા નું શિવ મંદિર આકાર પામશે જે શિવ દેવાધિદેવ મહાદેવ મુક્તેશ્વર મહાદેવ નું મંદીર આ હિરણ રિસોર્ટ માં આજ રોજ આધ્યાત્મિક ને માનવસેવા ના ભેખધારી ને અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ શ્રી મુક્તાનંદ બાપુ ચાપરડા ના વરદ હસ્તે ભૂમિ પૂજન કરવા માં આવેલ આ આ સમયે હિરન રિસોર્ટ ના ભાગીદાર જયેશભાઇ દવે.ગોવિંદ ભાઈ. પરેશ ભાઈ કથીરિયા જણાવેલ કે અમારો રિસોર્ટ ઘેઘુર જંગલ ની વચ્ચો વચ મહાદેવ ના મંદીર નિર્માણ થી પર્યરટકો માં ધર્મ ભાવ થકી વાતાવરણ ધાર્મિક મય બનશે પવિત્ર નદી ના નીર થી જ્યારે મહાદેવ નો અભિષેક કરવો એ પણ લ્હાવો બની રહેશે આ તકે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહેલ જેમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ .શ્રી જેન્તિ રામ બાપા ઘુંનડા.યોગાચાર્ય સાધનાનંદજી.રતી ભાઈ મહેતા ગાયત્રી પીઠ ચલાલા જોષી બાપા કથાકાર ગિરધર ભાઈ જોષી વગેરે સંતો ઉપસ્થિત રહેલ. આ તકે પત્રકાર વિનુભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
