<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

સાયકલોન ‘રીમાલ'ની ધમાલ અને કમાલ

હવે રીમાલ લેન્‍ડફોલ થતાં પવનોની દિશા બદલાતા અતિ રૌદ્ર ગરમી ભૂતકાળ બની જશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૨૭: ઓમાનથી નામકરણ થયેલ વાવાઝોડું ‘રેમલ'નો ઉચ્‍ચાર ‘રેમલ'ને બદલે ભારતીય મૌસમ વિભાગે ‘રિમાલ' કરતુ હોઇ , આ રીમાલ શબ્‍દ સાથે પ્રાસમાં સામ્‍યતા ધરાવતા શબ્‍દો ધમાલ અને કમાલ પણ આ સાયકલોનના પ્રભાવમાં જોવા મળી રહયા છે. ચક્રાવાત રીમાલના કારણે જ પヘમિ ભારતમાં રાજસ્‍થાન-ગુજરાતમાં પવનોની દિશાના બદલાવને કારણે આટલી રૌદ્ર ગરમીનું સ્‍વરૂપ જોવા મળ્‍યું. આ ચક્રાવાતની અન્‍ય ધમાલ હજુ પુર્વોત્તર રાજયોમાં તેનું ચક્રાવાતનું સ્‍વરૂપ ડીપ્રેશનમાં ફેરવાયા બાદ પણ જોવા  મળી રહયું છે અને જોવા મળશે.

આ ચક્રાવાત રીમાલની કમાલ પણ છે કે મોન્‍સુનને તેણે વેગ આપ્‍યો હોઇ, ગુજરાતમાં નિયમીત ચોમાસુ ૧પ જુન  આસપાસ આવતુ હોય છે તેને બદલે હાલ કદાચ સપ્તાહ પહેલા ગુજરાત સુધી જોવા મળી શકે તેવી સંભાવના જોવા મળે છે.

રીમાલ લેન્‍ડફોલ કરી ચુકયું હોઇ, દિશા બદલાઇ હોઇ, અતિ રૌદ્ર ગરમી હવે ભૂતકાળ બની જશે. ગરમી તો ૪૦ આસપાસ રહેશે પણ અતિ રૌદ્ર અને હિટવેવ હવે ગુજરાત માટે ભૂતકાળ બની શકે છે. આશરે ચારેક દિ' બાદ દ.ગુજરાતમાં હળવા વરસાદથી ચોમાસુ પવનો-વાતાવરણના આગમનના એંધાણ જોવા મળી શકે છે.

(12:49 PM IST)