તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
જામનગરના રણજીત સાગર રોડ ઉપર રેસ્ટોરન્ટોમાં ફાયર સેફટી-મંજુરી મુદ્દે તપાસની માંગ
વોર્ડ નં. ૧૬ ના પૂર્વ કોર્પોરેટર ચંદુભાઇ કાછડીયાની ‘‘ઇ-મેઇલ'' દ્વારા કમિશનરને રજૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૭ : જામનગર વોર્ડ નંબર ૧૬ ના પૂર્વ કોર્પોરેટર ચંદુભાઈ કાછડીયા એ ઈમેલ દ્વારા કમિશનરને જાણ કરેલ છે કે શહેર મા અને ખાસ કરીને રણજીત સાગર રોડ ઉપર ઘણા નવા રેસ્ટોરન્ટ બનેલ છે તેઓએ ફાયર સેફ્ટી રાખેલ છે મંજૂરી લીધેલ છે કે મંજૂરી લીધા વગર ચાલુ થઈ ગયા છે તેની કોઈપણના દબાણ વિના તપાસ કરી રાજકોટ જેવી દુર્ઘટના ન બને તેની તકેદારી રાખવા રજૂઆત કરેલ છે અને તાત્કાલિક તકેદારી રૂપે ચેકિંગ કરી યોગ્ય કરવા રજૂઆત કરેલ છે.
જેમા જણાવ્યુંછે કે જામનગર શહેર માં ઘણા નવા બનેલા રેસ્ટોરન્ટઓ માં ફાયર સેફટી બાબત શૂન્ય જોવા મળેલ છે, ખાસ કરી ને રણજીત સાગર રોડ પર બનેલા નવા રેસ્ટોરેન્ટઓ. જેથી રાજકોટ ગેમ ઝોન જેવી દુરઘટના નું પુનરાવર્તન ન બને તે માટે થઈ ને ત્યાંના રેસ્ટોરન્ટઓ ની તાત્કાલિક ધોરણ એ ફાયર સેફટી ઓડિટ કરાવી અને તેના પર યોગ્ય એકશન વગર રાજકીય ભલામણ વગર લેવા વિનંતી. તેમજ તેવાજ ઘણા રેસ્ટોરેન્ટ કોર્પોરેશન ની મંજૂરી લીધેલ છે કે કેમ? તેની પણ શંકા છે. આ બધી બાબતો નું યોગ્ય રીતે વિશ્લેષણ કરી યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
