<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

જામનગર પીઠડીયા-ર ગામે કપડા ધોવા ગયેલ માતા-પુત્રીનું ડુબી જવાથી મૃત્‍યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭ : કાલાવડ તાલુકાના પીઠડીયા ગામે રહેતા વિજય છગનભાઈ ડાંગરીયાએ કાલાવડ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ર૬ ના રોજ પીઠડીયા-ર ગામે મણવર ડેમ વિસ્‍તારમાં આ કામે મરણ જનાર તેમની પત્‍નિ રસીલાબેન વિજયભાઈ ઉ.વ. ૩૯ અને પુત્રી હેત્‍વી ઉ.વ. ૧પ  તથા રસીલાબેનના દેરાણી કાજલબેન સાથે બપોરના સમયે કપડા ધોવા ડે ખાતે ગયેલ હોય જયાં અકસ્‍માતે હેત્‍વીનો પગ લપસી જતાં ઉંડા પાણીમાં પડી જતા રસીલાબેન તેને બચાવવા જતા બન્‍ને ઉંડા પાણીમાં ડુબી જતા સારવાર અર્થે કાલાવડ સરકારી હોસ્‍પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ હતા.

પત્‍નિ રિસામણે હોય પુત્રને લેવા ગયેલ યુવક સહિત ૩ શખ્‍સોએ સસરાને માર માર્યો

અહીં અકબરશાહ ચોકમાં રહેતા નુરમામદ હશનભાઈ ધોરાજીવાલાએ ફરીયાદ  નોંધાવી છે કે, ફરીયાદીની દિકરી મહેજબીન છેલ્લા વીસેક દિવસથી ફરીયાદીના ઘરે રીસામણે આવેલ હોય જેથી ફરીયાદીના જમાઈ તા. ર૬ ના રોજ આવી આરોપી ફૈજલ તેના દોઢ વર્ષના દિકરો અલીને ફરીયાદી પાસેથી લેવા આવતા ફરીયાદીએ કોર્ટ ર્ેારા માંગવાનું કહેતા આરોપી ફૈજલે ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદીને ગાઢો કાઢી માર મારી તેમજ અન્‍ય આરોપીઓએ મહમદ સતાર, અલ્‍ફાજ મહમદએ મદદગારી કરી ગુન્‍હો કરેલ છે.

સટૃો રમતો ઝડપાયો

અહીં સીટી બીે ડિવીઝન પોલીસ સ્‍ટેશનના જયદીપસિંહ જાડેજાએ તા. ર૬ ના રોજ કુકડા કેન્‍દ્ર રોડ રામનગરના છેડે જાહેરમાં આ કામેના આરોપી ઈમ્‍તીયાઝ બસીરભાઈ જોખીયાને આઈપીએલ મેચ લાઈવ નિહાળી મોબાઈલ ફોનમાં મેચની હારજીતનો તથા રેનફેરના સોદાઓ દીગુભા જાડેજાએ આપેલ મોબાઈલ કરી રેઈડ દરમ્‍યાન રોકડ રૂા. ૩૪૦૦ તથા મોબાઈલ કિંમત રૂા. રપ હજાર સાથે ઝડપી પાડયો હતો જયારે આરોપી દિગુભા નાશી ગયા હતા.

રાજકોટથી જામનગર રહેવા આવેલ યુવતિએ ગળેફાંસો ખાદ્યો

અહીં સેતાવાડમાં રહેતા અમીત પ્રભુભાઈ મણીયારએ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ર૬ ના રોજ આ કામે મરણ જનાર તમન્‍ના અમીતભાઈ મણીયાર ઉ.વ. ર૩ છેલ્લા આઠેક વર્ષથી રાજકોટ તેમના સબંધીના ઘરે રહેતા હોય અને છેલ્લા બે માસથી અહીં જામનગર રહેવા આવેલ હોય જેથી તેને ફાવતું ન હોવાથી ગુમસુમ રહેતી હોવાના કારણે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ મરણ ગયેલ છે.

ત્રીજા માળેથી પડી ગયેલ આદ્યેડનું મૃત્‍યુ

અહીં પટેલ કોલોની શેરી નં.૭/પમાં આવેલ ગુંજન એપાર્ટમેન્‍ટમાં રહેતી સુપ્રતકોર બજાજ ઉ.વ. ર૧ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૧૮-૪-ર૪ ના રોજ આ કામે મરણ જનાર તેમના પિતા કમલદીપંિસંહ ઈન્‍દ્રપાલસિંઘ બજાજ ઉ.વ. પર પોતાના ઘેર ગેલેરીમાં કબુતર ઉડાળવા જતા અકસ્‍માતે પગ લપસી જતા ત્રીજા માળેથી નીચે પડી જતાં ઈજા થતા પ્રથમ સારવાર જી.જી.હોસ્‍પિટલમાં લાવતા બાદ વધુ સારવાર અર્થે અમદવાદ સીવીલ હોસ્‍પિટલમાં દાખલ કરેલ જયાં તેમનું તા. ર૭ના રોજ મૃત્‍યુ નિપજેલ છે.

(1:57 PM IST)