તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
ડિપ્લોમાંનો ઝળહળતો અભ્યાસ પૂર્ણ કરીને ખેતીકામ કરતા સત્યપાલસિંહ જાડેજાનો ગેમઝોનમાં ભોગ લેવાતા અરેરાટી
દુર્ઘટનાનો ભોગ બન્યા બાદ પરિવારજનોના મૃતક સાથેના ડીએનએ મેચ થતા પરિવાર પર આભ ફાટયું અને આક્રંદ છવાયો : સવારે નીકળેલી અંતિમ યાત્રામાં આખુ કામ જોડાયું

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૭: રાજકોટ ગેમઝોન માં આગ લાગવાથી અનેક લોકો જીવતા ભૂંજાયા હતા. આગ એટલી બધી વિકરાળ હતી કે ગેમઝોન ની અંદર રહેલા લોકો બહાર ન નીકળી શકતા જીવતા ભૂંજાયા હતા.અને લોકો ની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.. તમામ મળતદેહો ને સિવિલમાં ખસેડાયા બાદ ગૂમ થયેલ પરિવાર ના ડીએનએ પર થી ઓળખ મેળવા તજવીજ હાથ ધરાઈ હતી.
આ ગેમઝોનમાં મિત્રો સાથે ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ઉ.૧૭ પણ ગયેલ હતા.અને દુર્ઘટના નો ભોગ બન્યા હતા.પરિવારજનો ના મળતક સાથેના ડીએનએ મેચ થતા પરીવાર પર આભ ફાટયુ હતુ અને આક્રંદ છવાયો હતો.
ગોંડલના યોગીનગરમાં રહેતા સત્યપાલસિંહનાં પિતા છત્રપાલસિંહ જાડેજા મૂળ ખરેડાના રહેવાસી છે. અને કોટડા સાંગાણીની મહારાણા પ્રતાપ વિદ્યાલય માં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.સિવિલ હોસ્પિટલ માંથી મળતદેહ મળ્યા બાદ પરીવાર દ્વારા વહેલી સવારે અંતિમ સંસ્કાર કરાયા હતા.
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને મળતકને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પરિવારમાં બે ભાઇઓમાં સત્યપાલસિહ નાનાભાઈ હતા. ડિપ્લોમા સુધીનો અભ્યાસ પુર્ણ કરી ખરેડા ખેતીકામ સંભાળતા હતા
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
