News of Monday, 27th May 2024
જામનગરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા ૯ ઝડપાયાઃ ૮.૬પ લાખનો મુદામાલ જપ્ત
જગદીશ લાભુભાઇ લાંબા ગઢવી ટ્રાન્સપોર્ટમાં બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવતો'તો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૭ : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોશકુમાર જામનગર જીલ્લાના પોલીસવડાની સુચનાથી જુગારનો દરોડો પડાયો છે.
જેમાં વિકટોરીયા પુલ નીચે જગદીશ લાભુભાઈ લાંબા ની ગઢવી ટ્રાન્સપોર્ટ ની ઓફિસમા પહેલા માળે બહારથી માણસો ભેગા કરી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત કાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા મળી આવતા નીચે જણાવેલ નામ વાળા ઇસમો રોકડ રૂ.૧,૨૫,૩૫૦/- તથા મોબાઇલ ફોન નં-૮ કિ.રૂ.૪૦,૫૦૦/- તથા એક કાર તથા પાંચ મો.સા.કિ.રૂ.૭,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૮,૬૫,૮૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ પો. હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટાએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
(૧) જગદીશ લાભુભાઈ લાંબા ગઢવી ઉંમર વર્ષ ૫૬ રહે. ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટ જામનગર
(૨) રમેશ લાભુભાઈ લાંબા ગઢવી ઉંમર વર્ષ ૫૦ રહે. ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટ જામનગર
(૩) ફારૂક હુસેનભાઈ ઓડિયા પીજારા ઉંમર વર્ષ ૪૭ રહે.લંઘા વાળનો ઢાળીયો જામનગર
(૪) સંતોષ બિહારીલાલ પરિયાણી સિંધી ઉંમર વર્ષ ૪૭ રહે. પંચવટી સોસાયટી જામનગર
(૫) સુભાષ લીલારામભાઈ ચાવલિયા સિંધી ઉંમર વર્ષ ૪૭ રહે. દિ. પ્લોટ-૧૭ જામનગર
(૬) જાવેદ આમદભાઈ માંઢાત પીજારા ઉંમર વર્ષ ૪૩ રહે. નંદનવન સોસાયટી જામનગર
(૭) મનોજ રાજપાલભાઈ ખેતવાણી સિંધી ઉંમર વર્ષ ૪૬ રહે શરૂ શેકશન રોડ જામનગર
(૮) જેઠાનંદ ધનુમલભાઈ આલવાણી સિંધી ઉંમર વર્ષ ૪૮ રહે, સાધના કોલોની જામનગર
(૯) ફિરોજ હારૂનભાઈ ઓડિયા પીજારા ઉંમર વર્ષ ૪૭ રહે, વાલબાઈ મસ્જિદ સામે શેરી નંબર-૨ જામનગરની સામે કાર્યવાહી કરી છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. બી.એન.ચૌધરી ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.કે.કરમટા પો.સ.ઈ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઇ તલવાડીયા વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર. મયુદીનભાઇ સૈયદ. ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઈ બારડ,રૂષીરાજસિંહ વાળા. મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ. ધમેન્દ્રસિંહ જાડેજા. સુરેશભાઇ માકીયા ભારતીબેન ડાંગર.દયારામ ત્રિવેદી બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
