<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

દ્વારકામાં જુનાગઢના રાધા રમણદેવ ટ્રસ્‍ટ દ્વારા સેવાકાર્ય માટે ઉપયોગ લેવાતા સદાવ્રતમાં દસ્‍તાવેજના નામે બે વખત છેતરપીંડી

ડુંગરશી પુરૂષોતમ ટ્રસ્‍ટ બીજા ગામોમાં પણ વિવાદમાં છે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૭ : તાજેતરમા દેવભુમી દ્વારકામાં સ્‍વામી નારાયણ મંદિર જુનાગઢના રાધા રમણ દેવ ટ્રસ્‍ટ દ્વારા સેવા કાર્ય માટે દ્વારકામાં  ઉપયોગમાં લેવાની જગ્‍યા અંગે છેતરપીંડી થયાની પોલીસ ફરિયાદ ટ્રસ્‍ટના કુલમુખત્‍યાર અધિકારી રાજેશભાઇએ કરી હતી. જેની તપાસ દ્વારકા પી.આઇ. ટી.સી.પટેલના માર્ગદર્શનમાં પો.સ.ઇ. રાજેશભાઇ સુવા ચલાવે છે તે પ્રકરણમાં અનેક ચોંકાવનારી વિગતો મળી છે.

દ્વારકા સ્‍વામીનારાયણ મંદિરની બાજુમાં આ સંસ્‍થા સદાવ્રત ચલાવે છે. જેમાં મંદિરનું ભોજનાલય,  યાત્રિકો માટે આરામની જગ્‍યા સભા મંડપ વિ. વિનામૂલ્‍યે આપવામાં આવે છે. આ જગ્‍યા ૧૯૯૯માં ડુંગરશી પુરૂષોતમ ટ્રસ્‍ટને રાધારમણ દેવ ટ્રસ્‍ટ દ્વારા સવા બે  લાખ રૂપિયા ચેકથી આપી  દેવાયેલા તથા બાકીની રકમ કેશથી અપાઇ હતી.

આ પછી દસ્‍તાવેજ ના થતાં વારંવાર કહેવા છતા દસ્‍તાવેજના થતા રાધારમણ દેવ ટ્રસ્‍ટના કાર્યવાહક અધિકારી રાજેશભાઇ મુલચંદાણીને શંકા જતા આ ટ્રસ્‍ટ મુંબઇ વરલીમાં ચેરીટી કમિશ્નરમાં નોંધાયુ છે. ત્‍યાં તપાસ કરતા જગ્‍યા વેચવાની કોઇ મંજુરી જ ટ્રસ્‍ટે માંગી નહતી. આ વાતને ર૮ વર્ષ જેવું થવા પછી ફરી આ ડુંગરશી ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ તથા કાર્યવાહક દ્વારા ફરીથી આ જગ્‍યા વેચવાની ઓફર રાધારમણ ટ્રસ્‍ટને ર૦૧૩માં કરી હતી. જેમાં નવને બદલે ૭પ લાખ રૂપિયામાં જગ્‍યા  વેચવા કહેવાયેલ પણ તેમાં નવ લાખ રૂપિયા લઇ દસ્‍તાવેજ ના કરતા રાજેશભાઇ મુલચંદાણીએ જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેની મળી રજુઆત કર્યા પછી છેવટે પોલીસ ફરિયાદ કરી હતી.

બે-બે વખત ડુંગરશી પુરૂષોતમ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ તથા કાર્યવાહકો દ્વારા જગ્‍યા દસ્‍તાવેજના વડાને આવી રીતે છેતરપીંડી કરાઇ છે તથા રકમ પચાવી પાડયા પછી પણ રાધા રમણ દેવ ટ્રસ્‍ટના અગગ્રણીઓને ખંડણીખોરો દ્વારા  કનડગત અને હેરાનગતિ પણ કરાઇ છે.

જુનાગઢ  રાધા રમણ દેવ ટ્રસ્‍ટ ગુજરાત તથા અન્‍ય સ્‍થળે ૮૦૦ જેટલા ગામોમાં સ્‍વામીનારાયણ મંદિર ચલાવે છે. જેમાં દ્વારકા લોએજ, માંગરોળ, જુનાગઢ સહિતનો સમાવેશ થાય છે અને ભકતોના દાન  ફાળામાંથી ચાલતી આ સંસ્‍થા સામે ડુંગરશી ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ દ્વારા છેતરપીંડી કરાઇ છે. આ જગ્‍યાનો ઉપયોગ પણ સંસ્‍થા સદાવ્રત તરીકે જ દ્વારકામાં કરે છે.

ડુંગરશી પુરૂષોતમ ટ્રસ્‍ટની આ દ્વારકા જેવો  વિવાદ પોરબંદર ખીરસરા તથા અનય સ્‍થળે પણ ચાલતો હોવાનું પણ કહેવાય છે તો આ પ્રકરણમાં વચેટીયા તરીકે ખંભાળિયામાં એક પ્રૌઢે પણ મહત્‍વની ભુમિકા ભજવીહ ોય તેનું નામ પણ તપાસમાં ખુલ્‍યુ છે.

(2:01 PM IST)