News of Monday, 27th May 2024
ડરનો ખૌફ ઉભો કરનાર સલાયાની ‘‘ચોર ગેંગ'' સામે આકરી કાર્યવાહી
ગુજરાતમાં પ્રથમ વખત એનડીપીએસ ગુન્હા ઉપરથી ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૭: ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બનેલ છે. જેના માધ્યમથી તેઓ ગેરકાયદેસર સંપતિ તથા કાળા નાણાનું પ્રમાણ મહતમ હોવાથી જેની અર્થતંત્ર ઉપર પ્રતિકુલ અસર થઇ રહેલ હતી. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ તથા ત્રાસવાદી સંગઠનોના ઇરાદાઓ એકસરખા હોવાથી તેઓ સમાજમાં નારકોટીકસ તથા શરીર સબંધી ગુનાહિત પ્રવળતિઓનુ વિસ્તરણ કરતા હોય છે. જેથી ગુજરાત સરકારશ્રી દ્વારા આ પ્રકારની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસના ભાગરૂપે સન ૨૦૧૫ના વર્ષ દરમ્યાન ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ) પસાર કરી તેની રચના કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ ે તરફથી મળેલ માર્ગદર્શન આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સીધા સુપરવિઝન તેમજ સુચના આધારે સ્થાનિક તેમજ એલ.સી.બી.ની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ છે.
સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે એક્ટ કલમ ૮(સી), ૨૦(બી) (૨) (બી), ૨૯ મુજબનો ગુનો નોંધાયેલ. જે ગુનાના કામે હાથ ધરવામાં આવેલ ગુપ્ત ઇકવાયરીના અંતે સલાયા વિસ્તારમાં લૂંટ, ખૂનની કોશિષ, મારામારી, રાયોટીંગ, ઘરફોડ ચોરીઓ, પોલીસ સાથે ઘર્ષણ- મારામારી, પ્રોહીબીશન, જુગાર વિગેરે જેવા ગંભીર પ્રકારના ૫૧ જેટલા ગુનાઓ ધરાવી અવિરતપણે છેલ્લા આશરે ૧૦ વર્ષ ગુનાહિત પ્રવળતિ આચરતી એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ કાર્યરત હોવાનુ જણાઇ આવેલ જેના મુખ્ય સુત્રધાર તરીકે (૧) એજાજ રજાકભાઇ સંઘાર (૨) રીઝવાન રજાકભાઇ સંઘારના વડપણ હેઠળ સલાયા વિસ્તારમાં રહેતા વેપારી, સજજન માણસોમાં એક ડરનો ખૌફ ઉભો કરી સતત રીતે ગુનાહિત પ્રવળતિ આચરી આર્થિક અનુચિત લાભ (Proceeds of Crime) મેળવતા હોવાનું જણાઇ આવેલ જેમાં સદર ઓર્ગેનાઇઝડ ક્રાઈમ સીન્ડીકેટના સદસ્યો વિરૂધ્ધ તા.ર૪/૦૫/૨૦૨૪ના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) - ૨૦૧૫ ની કલમ ૩(૧),૩(૨),૩(૩),૩ (૪),૩(૫) હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે ગુજરાત રાજયમાં પ્રથમવાર એક એન.ડી.પી.એસ. ગુના ઉપરથી ગુજસીટોક એકટ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કાર્યવાહીમાં કુલ ૯ આરોપીઓ (૧) રીઝવાન રજાકભાઈ સંઘાર તથા એજાજ રજાકભાઇ સંઘારનાઓ બન્ને ભાઈઓની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટકના મુખ્ય સુત્રધાર તરીકે રહી પોતાના મળતીયા અન્ય આરોપીઓ (૩) અકરમ રજાકભાઇ સંઘાર (૪) અકબર રજાકભાઇ સંઘાર (૫) અસગર રજાકભાઇ સંઘાર (૬) શબ્બીરહુસૈન ઉર્ફે ભુરો ગુલામહુસેન સુંભણીયા (૭) અબ્દુલકરીમ ઉર્ફે કરીમ સલીમ કરીમ ભગાડ (૮) જાવિદ આદમભાઇ જસરાયા (૯) જીલ ઉર્ફે જીલીયો કેતનભાઇ વાઘેલા રહે. તમામ સલાયા તા.ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા તથા તપાસમાં નીકળે તે વિગેરે ઇસમો વિરૂધ્ધ ગુજસીટોકના કાયદા મુજબ સમાવિષ્ટ કરવામાં આવેલ છે.
આ સીન્ડીકેટના આરોપીઓને ઝડપી પાડવા માટે સ્થાનિક એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની પ અલગ અલગ ટીમો તૈયાર કરી ટેકનીકલ તથા હ્યુમન સોશ્યિસ આધારે (૧) અકબર રજાકભાઇ સંઘાર (ર) અસગર રજાકભાઇ સંઘાર (૩) શબ્બીરહુસૈન ઉર્ફે ભુરો ગુલામહુસૈન સુંભણીયા (૪) અબ્દુલકરીમ ઉર્ફે કરીમ સલીમ કરીમ ભગાડ (૫) જાવિદ આદમભાઇ જસરાયા રહે. તમામ સલાયાનાઓને અથાગ મહેનતના અંતે હસ્તગત કરી લેવામાં આવેલ છે જેમાં દરીયાઈ રસ્તે નાસી છુટવાનો ઙ્કયત્ન કરનાર આરોપીનો પણ સમાવેશ થાય છે. આ કામના મુખ્ય સુત્રધારો સહિત અન્ય આરોપીઓ મળી (૧) રીઝવાન રજાકભાઇ સંઘાર (૨) એજાજ રજાકભાઇ સંઘાર (૩) અકરમ રજાકભાઇ સંઘાર (૪) જીલ ઉર્ફે જીલીયો કેતનભાઈ વાઘેલા રહે. સલાયા કે જેઓ હાલ કોર્ટ કસ્ટડી હેઠળ જેલ હવાલે છે..આ સીન્ડીકેટના મુખ્ય સુત્રધાર આરોપીઓના પિતા રજાક ઇશાકભાઇ સંઘાર કે જેઓ ભૂતકાળમાં સન ૧૯૯૩ના વર્ષ દરમ્યાન સોમાલીયાથી ગેરકાયદેસર રીતે લઇ આવેલ એક કાર્બાઇન ગન તથા કાર્ટીઝ જેવા ઘાતક હથિયારના ગુના પણ પકડાયેલ હતા તેમજ તેઓ વિરૂધ્ધ ટાડા એકટ મુજબની પણ કાર્યવાહી કરવામાં આવેલ હતી.
સલાયા વિસ્તારમાં મહતમ લોકો મચ્છીમારી તથા વહાણવટાના ધંધા સાથે સંકળાયેલા વેપારી લોકો છે. જેઓની નીચે સામાન્ય લોકો મહેનત મજુરીકામ કરતા આવેલ છે. જે પૈકી મોટા ભાગના વેપારી ધંધાર્થીઓને આ ચોર ગેંગના ઇસમો તેઓને સરળતાથી ડરાવી ધમકાવી તેઓ પાસેથી ખંડણીની રકમ વસૂલી કરતા આવેલ છે. તેમ છંતા જો કોઇ ખંડણી પેટેના પૈસા ન આપે તેઓના વહાણ સળગાવી દેવાની કે ચોરી કરવાની ધમકી આપી તેઓ પાસેથી બળજબરીથી પૈસા પડાવે છે. આ ઉપરાંત પોતાનુ વર્ચસ્વ કાયમી ટકાવી રાખવા સારૂ આ ઙ્કકારના નિર્દોષ લોકા સાથે ઝઘડો કરી માર મારી ઇજા પંહોચાડવી,, દુકાનેથી વસ્તુઓ લઇ પૈસા નહી આપવા, નારકોટીકસને લગત ગુનાહિત ઙ્કવળતિ આચરવી, દાદાગીરી કરવી, કાયમી હથિયાર સાથે રાખવુ, પોલીસની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરી પોલીસ સાથે ઘર્ષણ કરવુ, પોલીસ ઉપર હુમલાઓ કરવા, મરચાની ભુકીનો ઉપયોગ કરી લુંટ ચલાવવી, ચોરી છુપીથી ગાંજા જેવા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરવુ વિગેરે જેવી અનેક ગુનાહિત પ્રવળત્તિ તેઓ આચરતા હોવાથી આ ચોર ગેંગનો સ્થાનિક વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ડરનો ખૌફ રહેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓઃ- ના.પો.અધિક્ષકશ્રી હાર્દિક પ્રજાપતિ, ખંભાળીયા વિભાગ, ખંભાળીયા, પો.ઈન્સ.શ્રી કે.કે.ગોહિલ એલ.સી.બી.દેવભૂમિ દ્વારકા., ઇ.પો.ઇન્સ.શ્રી પી.સી. શિંગરખીયા એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા, પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી એલ.સી.બી.દેવભૂમિ દ્વારકા, ઇ.પો.ઇન્સ..શ્રી વી.એન.શિંગરખીયા સલાયા મરીન પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી.-એસ.ઓ.જી.ટીમના માણસો તથા સલાયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ કરી છે.
આ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને નાથવા સારૂ તપાસનીશ અધિકારીશ્રી હાર્દિક ઙ્કજાપતિનાઓના સુપરવિઝન હેઠળ ૮ પોલીસ અધિકારી-કર્મચારીઓની સંયુકત રીતેની એક ખાસ તપાસ ટીમ (SIT) ની રચના પણ કરવામાં આવેલ છે જેઓ દ્વારા અસરકારક અને પરીણામલક્ષી તપાસની કાર્યવાહી કરવામાં આવશે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
