<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

જુનાગઢમાં ફૂટ પેટ્રોલીંગ ડ્રાઇવ દરમિયાન ૧૧૪ શખ્‍સો વિરૂધ્‍ધ કાર્યવાહી

પોલીસ મહાનિરક્ષક નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાનીમાં પોલીસ ટીમની કામગીરી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૭ :   જુનાગઢ શહેર તથા જિલ્લામાં જાહેર જનતાની સલામતી તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે અને જાહેર સ્‍થળો/સંવેદનશીલ વિસ્‍તારોમાં પોલીસની હાજરી સુનિヘતિ કરવા સારૂ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના અન્‍વયે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં અલગ-અલગ પોઇન્‍ટ ફાળવી દરેક સંવેદનશીલ વિસ્‍તાર તથા અવાવરૂ વિસ્‍તારો, સોસાયટી વિસ્‍તારો કે જ્‍યાં પોલીસ તથા જાહેર જનતાની અવર-જવર ઓછી હોય તેવા વિસ્‍તારો નક્કી કરી ઓછામાં ઓછા ૧ પો.સ.ઇ. સાથે વધુમાં વધુ પોલીસ કર્મચારીઓની ફાળવણી કરી ટીમ બનાવી ફુટ પેટ્રોલીંગ ડ્રાઇવની કામગીરી કરાવવામાં આવી હતી.

જે અન્‍વયે જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં એવી જગ્‍યાઓ કે જયાં શંકાસ્‍પદ ઇસમો / અસામાજિક તત્‍વો અને ગુનેગારોની અવરજવર થતી હોય અને આવી જગ્‍યાઓ ઉપર જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્‍યા, કેશોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક   બી.સી.ઠકકર નાઓ તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક  ડી.વી.કોડીયાતર નાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પો.સ્‍ટે.નાં થાણા અધિકારીશ્રીઓ દ્વારા ફુટ પેટ્રોલીંગ દરમિયાન અલગ અલગ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ એનાલાઇઝીંગ તથા પોકેટકોપ મોબાઇલ, ડ્રગ્‍સ ટેસ્‍ટીંગ કીટ અને બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અને ૧૧૪ સામે કાર્યવાહી કરાઇ હતી.

 આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન નિર્દોષ અને સામાન્‍ય માણસોને પરેશાની ન થાય તેની તકેદારી રાખી સારા લોકોને ગેરવ્‍યાજબી કનડગત ન થાય તે અંગે વિશેષ ધ્‍યાન આપવામાં આવેલ છે. માત્ર શંકાસ્‍પદ ઇસમો, અસામાજિક તત્‍વો અને ગુનેગારો તથા કાયદાનું ઉલ્લંધન કરનાર વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જૂનાગઢ જિલ્લાના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ કટીબધ્‍ધ છે.  (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(2:16 PM IST)