<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

પોરબંદરના દરિયાકાંઠા ઉપર સોના-ચાંદીની પુનઃ દાણચોરી?

૧૯૮૫માં સોના-ચાંદીની દાણચોરીથી માટે પોરબંદર કાંઠા વિસ્‍તાર કુખ્‍યાત બની ગયો હતોઃ વર્તમાનમાં એરપોર્ટ ઉપર કડક ચેકિંગ અને સોના સાથે ચાંદીના વધતા જતા ભાવથી દાણચોરો સક્રિય થઇ રહયાનું ડેન્‍જર-ચાર્લીના દેશહિત માટેના સર્વે ઉપર તારણ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૭: એક સમયે સોના-ચાંદીની દાણચોરી માટે કુખ્‍યાત બની ગયેલ પોરબંદરનો અતિ સંવેદનશીલ કાંઠા ઉપર પુનઃ સોના અને ચાંદીની દાણચોરી માટે દાણચોરો સક્રિય થઇ રહયાનું ડેન્‍જર-ચાર્લીના દેશહિત માટે સર્વે ઉપરથી તારણ આવ્‍યું છે. તાજેતરમાં  દેશના એરપોર્ટ ઉપર કડક ચેકિંગ કામગીરી તેમજ સોના સાથે ચાંદીના વધતા જતા ભાવને લીધે વિદેશથી દેશમાં જળમાર્ગેથી સોનું-ચાંદી ઉતારવા દાણચોરોએ પોરબંદરનાં દરિયાકાંઠા ઉપર નજર માંડી હોવાનું ડેન્‍જર-ચાર્લીનાં સર્વે ઉપરથી તારણ છે.

૧૯૮૫માં પોરબંદરની દરિયાકાંઠા ઉપર સોના અને ચાંદીની દાણચોરી શરૂ થઇ હતી અને દાયકા સુધી આવી દેશદ્રોહીની પ્રવૃતિ ચાલુ રહી હતી. દાણચોરી સાથે હથિયાર લેન્‍ડીંગ વધતા પોરબંદરનો દરિયાકાંઠાને અતિ સંવેદનશીલ જાહેર કરાયેલ છે. પોરબંદરના દરિયામાંથી અવારનવાર ડ્રગ્‍સ જથ્‍થો ઝડપાય છે. તાજેરતમાં પોરબંદરનાં દરિયાકાંઠા વિસ્‍તારમાં પાકિસ્‍તાનના જાસુસને પણ પકડવામાં આવેલ હતો. અતિ સંવેદનશીલ આ દરિયાકાંઠા વિસ્‍તારમાં છાને ખુણે દેશના ગદ્‌ારો દ્વારા થતી પ્રવૃતિનો સુરક્ષા એજન્‍સીઓ દ્વારા પર્દાફાશ થતો રહે છે.

પોરબંદર નો ૧૦૬ કી.મી. દરિયા કાંઠો કુદરતી આડ બંદર અને બારૂ ધરાવે છે.જેનો દશેવિરોધી પ્રવૃતિ કરનારાઓ અને ભરપુર ઉપયોગ કરતા હોવાની ચર્ચા છે પોરબંદરની દરિયાઇ પટ્ટીથી એકદમ નજીક કોસ્‍ટલ હાઇવે પસાર થાય છે.

પોરબંદરના દરીયાકાંઠો ઉપર ડ્રગ્‍સ માફીયાઓ અને આંતકવાદીઓનો ડોળો મંડાય રહયો છે. આ અતિ સંવેદનશીલ દરીયાકાંઠા ઉપરથી ડ્રગ્‍સ સહિત ગેરકાયદે પ્રવૃતિ માટે દેશદ્રોહી તત્‍વો તક ની રાહ જોઇને બેઠા હોવાનું ડેન્‍જર-ચાર્લીના અગાઉના સર્વેેમાં જણાવીને સુરક્ષા મજબૂત બનાવવામાં ભાર મુકયો હતો.

દેશના એરપોર્ટ ઉપર કડક ચેકીંગ કામગીરી અને સોના સાથે ચાંદીના ભાવમાં તેજી ને લીધે જળ માર્ગે  વહાણોમાં  છુપી રીત સોના ચાંદી વિદેશથી લાવવા દાણચોરો પુનઃ સક્રિય બની રહયા હોય પોરબંદરના અતિ સંવેદનશીલ ઉપર સુરક્ષા વધુ મજબૂત બનાવવા અંગે દેશહિત માટે ડેન્‍જર -ચાર્લીના સર્વેમાં જણાવાયું છે.

(2:16 PM IST)