News of Monday, 27th May 2024
રાજુલાના ૨ તરૂણને બચાવવા ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ નદીમાં ઝંપલાવ્યું : એકનું મોત : એકનો બચાવ

અમરેલી - રાજુલા તા. ૨૭ : રાજુલા શહેરમાં રહેતા કોળી પરિવારના બે તરૂણો ખાખબાઇ નજીક આવેલી ધાતરવડી નદીના ધુનામાં ન્હાવા પડતા એક બાળકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક તરૂણને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
વિક્રમ વિષ્ણુ શિયાળ અને સાથે એક મનીષ એમ મળી બે બાળકો આ નદીમાં ન્હાવા પડયા હતા. જે પાણીમાં ડૂબી જતા આજુબાજુના લોકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. બાદમાં ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરાભાઇ સોલંકી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી વિક્રમ ચૌહાણ નામના તરૂણનો મૃતદેહ મળી આવ્યો હતો
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
