News of Monday, 27th May 2024
ભાવનગરમાં 44.4 ડિગ્રી : 36 કી.મી. ની ઝડપે પવન ફૂંકાયો
સોમવારે એક જ દિવસમાં સાડા ચાર ડિગ્રી તાપમાન વધતા ફરી અંગ દઝાડતી ગરમીનો અનુભવ

ભાવનગરમા મહતમ તાપમાનમાં એકજ દિવસમાં સાડાચાર ડિગ્રીનો વધારો થયો છે.આજે સોમવારે મહતમ તાપમાન વધીને 44.4 ડિગ્રી નોંધાયુ છે.જ્યારે 34 કી.મી.ની ઝડપે પવન ફૂકાયો હતો.
ભાવનગર શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ આજે સોમવારે એક જ દિવસમાં સાડા ચાર ડિગ્રી તાપમાન વધતા ફરી અંગ દઝાડતી ગરમી નો અનુભવ શહેરીજનો એ કર્યો હતો.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 44 .4 ડીગ્રી નોંધાયું હતું .જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 29.3 ડિગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46 ડિગ્રી રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 34 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. શહેરમાં મોડી સાંજ સુધી ગરમ લુ ફેંકાઈ હતી.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
