<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

તાલાલા યાર્ડમાં 25310 બોક્સ કેસર કેરીની આવક: 10 કિલો બોક્સના 400 રૂપિયાથી 925 રૂપિયા બોલાયા

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કુલ 29,354 બોક્સ કેરીની આવક:કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500થી 1000 રૂપિયા રહ્યો

તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવક આજે સારી રહી છે. આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 25310 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે તાલાલામાં 20470 બોક્સ કેરીની આવક રહી હતી.

આજે તાલાના યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 400 રૂપિયાથી 925 રૂપિયા બોલાયા હતા.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 29,354 બોક્સ કેરીની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500થી 1000 રૂપિયા રહ્યો હતો.

(9:45 PM IST)