<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

મોરબીના રામધન આશ્રમે બીજા માળની અગાસી પર ટીટોડીએ ચાર ઈંડા મુક્યા

અગાસી પર ટીટોડીએ ચાર ઈંડા મુક્યા છે ત્યારે સારા વરસાદની લોકોમાં આશા .

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ક્યારે મેઘરાજા મહેર વરસાવી આ કાળઝાળ ગરમીથી રાહત આપશે તેની અધીરતા લોકોમાં જોવા મળી રહી છે ત્યારે રામધન આશ્રમે બીજા માળની અગાસી પર ટીટોડીએ ચાર ઈંડા મુક્યા છે રામધન આશ્રમે અગાસી પર ટીટોડીએ ચાર ઈંડા મુક્યા છે ત્યારે સારા વરસાદની આશા લોકોમાં જોવા મળી રહી છે.

(11:13 PM IST)