News of Monday, 27th May 2024
મોરબીના મહેન્દ્રનગર નજીકથી બાઈકની ચોરી.

મોરબીના મહેન્દ્રનગર નજીક રામદૂત હોમ્સ ૨ માંથી મોટર સાઈકલની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રનગર નજીક સોમનાથ પાર્કમાં રામદૂત હોમ્સ ૨ માં રહેતા ધવલ જેન્તીભાઈ ભલાણી એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને પોતાનું મોટર સાઈકલ સ્પ્લેન્ડર જીજે ૧૧ સીજે ૨૭૨૫ કીમત રૂ.૨૫૦૦૦ ગત તા. ૨૨ ના રોજ પોતાના ઘર પાસે પાર્ક કરેલ હોય જેની કોઈ અજાણ્યા શખ્શે ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
