<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

મોરબીમાં કોંગ્રેસ દ્વારા રાજકોટ TRP ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજકોટ TRP ગેમ ઝોનમાં સર્જાયેલી કરુણાંતિકામાં નિર્દોષ બાળકો સહિતના નાગરિકોના મોત થયા હતા જે બનાવને પગલે સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આજે મોરબીમાં કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.

   મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના માર્ગદર્શન હેઠળ આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કોંગ્રેસ કાર્યકરોએ નગર દરવાજા ચોકથી દરબાર ગઢ સુધી કેન્ડલ માર્ચ યોજી ઝૂલતો પુલના ગેટ નજીક મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

(11:15 PM IST)